જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો મેટોડામાં ઝેરી દવા પી આપઘાત

January 12, 2019 at 11:29 am


જામનગરમાં લાલપુર બાયપાસ રોડ પર રહેતા વાળંદ યુવાને રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઈડીસીના ગેઈટ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અગાઉ જામનગરની ખાનગી હોસ્પિટલમાં નસિર્ગ સ્ટાફમાં નોકરી કરતા યુવાને વ્યાજે પૈસા લીધા હોય વ્યાજખોરો અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હોય તેના કારણે આ પગલું ભરી લીધાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જામનગરમાં લાલપુર બાયપાસ રોડ પર જ્ઞાનગંગા સ્કૂલ પાસે રહેતો કૌશિક ભીખુભાઈ લખતરીયા ઉ.વ.28 નામનો વાળંદ યુવાન ગઈકાલે મેટોડા જીઆઈડીસી ગેઈટ પાસે હતો ત્યારે ઝેરી દવા પી જતાં તેને ગંભીર હાલતમાં 108 દ્વારા અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
બનાવના પગલે લોધીકા પોલીસે હોસ્પિટલે દોડી જઈ પ્રાથમીક તપાસ કરતા કૌશિક બે ભાઈ અને એક બેનમાં નાનો અને અપરિણીત હોવાનું તેમજ રાજકોટ તેનો મોટોભાઈ મુકેશ અને પિતરાઈ ભાઈને મેટોડામાં વાળંદની દુકાન હોય ત્યાં આવ્યો હતો અને આ પગલું ભરી લીધાનું જણાવતા પોલીસે વધુ પુછપરછ કરતા કૌશિકે અગાઉ વ્યાજે રૂપિયા લીધા હોય તેની ઉઘરાણી માટે વ્યાજખોરોના અવારનવાર ધમકીભર્યા ફોન આવતા હોય તેના કારણે આ પગલું ભયુંર્ હોવાનું જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે રહેતા સોમીબેન અરજણભાઈ ચંદ્રપાલ ઉ.વ.90 નામના દલિત વૃધ્ધા ગઈકાલે તેના ઘેર હતા ત્યારે તેના પુત્ર બાબુ અરજણે ધકકો મારી પછાડી દેતાં તેને અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે પ્રાથમીક તપાસ કરતા સોમીબેનને સંતાનમાં પાંચ પુત્રો અને ત્રણ પુત્રી હોવાનું જેમાં નાની પુત્રી જયા સાથે રહેતા હોય પુત્ર બાબુએ ગઈકાલે ઘેર આવી જયાને બહાર નોકરી કરવા જવાની ના પાડતા તેને ઘર ખર્ચ ચલાવવા માટે નોકરી કરવાનું કહેતા પુત્રએ ધકકો મારી નાસી ગયાનું જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL