જામનગરમાં વ્હોરાના હજીરાના પુલના પાણીમાંથી ભેદી હાલતમાં કાર મળી

December 4, 2018 at 2:05 pm


જામનગરના વ્હોરાના હજીરા પાસે આવેલા બેઠા પુલના પાણીમાંથી આજે સવારે ભેદી હાલતમાં એક સફેદ કલરની કાર મળી આવતા ફાયર બ્રિગેડ દ્વારા ક્રેઇનની મદદથી ગાડી બહાર કાઢી આપવામાં આવી હતી, જો કે કોઇ વ્યિક્ત મળી આવી નથી, પોલીસ દ્વારા કાર નંબર અને ગાડીમાંથી મળેલી આવેલા ભાગવત કથાના ભોજન કાર્ડના આધારે તપાસ લંબાવવામાં આવી છે, બનાવ સંબંધે હાલમાં રહસ્ય સજાર્યું છે, જો કે અકસ્માતે કાર નીચે ઉતરી ગઇ હોય, એવું અનુમાન સૂત્રો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરના રંગમતી નદી પાસે આવેલા વ્હોરા હજીરાના બેઠા પુલના પાણીમાં આજે સવારે સફેદ કલરની એક ગાડી પડી હોવાનો એક મેસેજ ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવતા તુરંત ટુકડી ત્યાં પહાેંચી હતી, બીજી બાજુ લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા, અહી પુલ નીચે ભરાયેલા પાણીમાંથી ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેનની મદદથી સફેદ કલરની ડસ્ટર કાર નં. જી.જે. 1.આર.ડી. ર6પ8 બહાર કાઢી હતી, જો કે ચાલકનો પતો લાગ્યો ન હતો, પાણીમાંથી માત્ર કાર મળી આવી હતી.

કારની તલાશી લેતા તેમાંથી ભાગવત કથા ભોજન વ્યવસ્થા શીગાળા પરિવાર લખેલું એક કાર્ડ મળી આવ્યું છે, તેમજ કારની પાછળ શિવશિક્ત લખેલું છે, અંદર ગાડીના કોઇ કાગળો જોવા મળ્યા નથી, પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં અકસ્માતે કાર નીચે ઉતરી ગઇ હોય, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સીટી બી ડીવીઝનના પી.આઇ. લાંબાની સૂચનાથી ઇન્વે. પીએસઆઇ એમ.એલ. આહીર તપાસ ચલાવી રહ્યા છે, ભેદી હાલતમાં પાણીમાં પલ્ટી ખાયેલી કાર મળી આવતા અનેક તર્ક વિતર્ક સજાર્યા છે, ભેદ ભરમ સજાર્તા આ બનાવ સંબંધે પોલીસ દ્વારા અમદાવાદ પાસીગની કાર નંબર અને અંદરથી મળી આવેલા એક કાર્ડના આધારે તપાસ લંબાવી છે, સવારના સુમારે પુલના પાણીમાંથી કાર કાઢવામાં આવી ત્યારે લોકોના ટોળા જોવા માટે એકત્ર થઇ ગયા હતા. બનાવ અકસ્માતનો છે કે અન્ય કોઇ કારણ છે ં કારની અંદર કેટલી વ્યિક્ત હતી, કેવી રીતે બનાવ બન્યાે એ સહિતના સવાલોના જવાબ મેળવવા પોલીસ દ્વારા તપાસને લંબાવી છે.

Comments

comments

VOTING POLL