જામનગરમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત બોર રીચાર્જ કરવાની કામગીરી શરૂ

May 11, 2018 at 11:57 am


રાજ્ય સરકારની સૂચના અનુસાર સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગામોમાં તળાવ ડેમ ઉંડા ઉતારવા, બોર રીચાર્જ કરાવવા સહિતની કામગીરીનો પ્રારંભ કરવા જણાવતા જામનગરમાં સામાજિક સંસ્થાઆે અને બેંકોના સહયોગથી રૂા. 1પ લાખના ખર્ચે આશરે 10 જેટલા બોરને રીચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ બોર લીમડાલાઇન નજીક આવેલા ચર્ચ પાસે શરૂ કરાયો છે, જેનું ખાતમુહુર્ત આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જામનગરમાં સેવાકીય સંસ્થાઆે, અગ્રણી ઉદ્યાેગપતિઆેના સહયોગથી મહાપાલિકાના સહકાર વડે આશરે રૂા. 1પ લાખના ખર્ચે દશ જેટલા બોરને રીચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં બીપીનભાઇ વાઘર અને ડે. મેયર ભરત મેતાએ પોતે આિથર્ક અનુદાન આપ્યું હતું, આ ઉપરાંત નવાનગર બેંક અને કો.કો. બેંક દ્વારા પણ બોર રીચાર્જ કરવા માટે આિથર્ક અનુદાન અપાયું હતું.
આજે સવારે લીમડાલાઇન ખાતે મેયર પ્રતિભાબેન કનખરા, કમિશ્નર આર.બી. બારડ, ડે. મેયર ભરત મેતા, ચેરમેન કમલાસિંહ રાજપૂત, બિપીનભાઇ વાઘર, ચંqદ્રકાબેન તન્ના, ડો. હરગોવિંદ તન્ના, મહેશભાઇ રામાણી, કાર્યપાલક ઇજનેર દિનેશ છત્રાળા, નાયબ ઇજનેર પી.સી. બોખાણી, દિનેશભાઇ વોરા, વિનુભાઇ તન્ના સહિતના અગ્રણીઆે હાજર રહ્યા હતા, આમ જામનગરમાં દસ બોરને રીચાર્જ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી, જેમાં અન્ય અગ્રણીઆે પણ જોડાયા હતા.

Comments

comments

VOTING POLL