જામનગરમાં હાઇ-વે પર વાહનચાલકોને લુંટતા ત્રણ નકલી પોલીસ પકડાયા

February 10, 2018 at 1:46 pm


જામનગર હાઇ-વે પર પસાર થતા વાહનચાલકોને પોલીસ તરીકેની આેળખ આપીને રોકડ સહિતની લુંટ ચલાવતી નકલી પોલીસને એલસીબીએ બોલેરો, છરી, ધોકા જેવા હિથયારો સાથે પકડી લીધી છે, બોલેરોમાં પોલીસ લખેલ પ્લેટ, અને ચાલકો પાસેથી ઉઘરાવેલી રોકડ તથા એક છરી કબ્જે લીધી હતી, આશરે સવા મહિના પહેલા જુના સ્ટેશન ખાતે ઇંડાકલીની રેંકડીએ આવીને માણસોને માર મારી ભાગી છુટયા હોવાની વિગતો પણ તપાસ દરમ્éાન ખુલી છે. જામનગર એસપી પ્રદિપ શેજુળની સુચના મુજબ એલસીબીનો સ્ટાફ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રાેલીગમાં હતા ત્યારે સ્ટાફના વશરામભાઇ અને નિર્મળસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામનગર-ખંભાળીયા હાઇવે પર લાખાબાવળ પાટીયા રોડ પર બોલેરો કાર નં. જીજે10બીઆર-9822માં ત્રણ શખ્સો ઉભા છે જે બોલેરો ગાડીમાં આગળના ભાગે પોલીસનું બોર્ડ લગાવી રોડ પર પસાર થનારા ટ્રક ચાલકોને રોકી પોલીસ તરીકેની આેળખ આપી પૈસા ઉઘરાવે છે.

આ બાતમીના આધારે ત્યાં રેઇડ પાડી લાખાબાવળ પાટીયા પાસેથી કાર સાથે ત્રણ શખ્સોને ઝડપીને પ્રાથમિક પુછપરછ કરતા ત્રણેય ઇસમો છેલ્લા એક મહીનાથી રોડ પર પસાર થતા વાહનચાલકોને રોકી પોલીસ તરીકેની આેળખ આપી નાણાં પડાવતા હોવાનું ખુલવા પામ્યું છે, ત્રણેય વિરુધ્ધ એલસીબીના ગજુભાની ફરીયાદ આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલાઆેમાં મયુરનગર વામ્બે આવાસ કોલોનીમાં રહેતા વિજયસિંહ લાલુભા વાળા પાસેથી ઉપરોકત નંબરની બોલેરો તથા પોલીસ લખેલી પ્લેટ અને વાહનચાલક પાસેથી ઝુંટવી લીધેલી રોકડ અને છરી કબ્જ કરેલ છે. મયુરનગર આવાસ કોલોનીમાં રહેતા પ્રકાશ બાલુ બારોટ પાસેથી ઉઘરાવેલી રૂા. 400ની રકમ અને એક છરી મળી આવી હતી જયારે નવાગામ ઘેડ સરસ્વતી સોસાયટીમાં રહેતા વિપુલ જયેન્દ્ર ગોસાઇ પાસેથી રૂા. 200 રોકડા અને એક ધોકો કબ્જે કરાયો છે.

ત્રણેય શખ્સો બોગસ પોલીસ બનીને વાહનચાલકો પાસેથી રોકડની લુંટ ચલાવતા હતા, આરોપી વિજયસિંહ વાળા અગાઉ મારામારી, દારૂ પીવાના કેસ તથા આરોપી પ્રકાશ બારોટ લુંટ, મારામારી અને દારુ કેસમાં તેમજ વિપુલ બાવાજી ઇંગ્લીશ દારુના કેસમાં પકડાયેલ છે, આરોપીઆે છેલ્લા ઘણા સમયથી પોલીસ તરીકેની આેળખ આપીને હાઇવે પર પસાર થતા વાહનચાલકો પાસેથી નાણા પડાવતા હતા આથી આ દિશામાં ઉંડાણપુર્વકની તપાસ એલસીબી ચલાવી રહી છે. આરોપી વિજયસિંહ તથા પ્રકાશ અને અન્ય આરોપીઆે મળી આશરે સવા મહીના પહેલા જુના રેલ્વે સ્ટેશન ખાતે ઇંડાકળીની રેંકડીએ નાસ્તો કરવા આવેલા માણસોને માર મારી ગંભીર ઇજા પહાેંચાડવાના ગુન્હામાં ફરાર હોવાનું ખુલવા પામ્યું છે. આ કાર્યવાહી એલસીબીના પી.આઇ આર.એ.ડોડીયાની સુચનાથી, પીએસઆઇ લગારીયા, વાગડીયા, સ્ટાફના જયુભા, વશરામભાઇ, બશીરભાઇ, હરપાલસિંહ, હરેન્દ્રસિંહ, ભગીરથસિંહ, કરણસિંહ, નાનજીભાઇ, સુરેશભાઇ, ગજેન્દ્રસિંહ, ભરતભાઇ, શરદભાઇ, હરદીપભાઇ, કમલેશભાઇ, લખમણભાઇ, મીતેશભાઇ, નિર્મળસિંહ, એ.બી. જાડેજા, દિનેશભાઇ, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL