જામનગર અને કાલાવડમાં દારૂની બોટલો સાથે ત્રણ શખ્સ મળી આવ્યા

February 17, 2018 at 1:44 pm


જામનગરના દિ.પ્લોટ-49 ખીજડા વાડી પાસે શેરીમાં રહેતા રમેશ ઉર્ફે રમલો મંગલદાસ હરવરા (ઉ.વ.28) ને 80 ફºટ રોડ બકાલા માર્કેટ પાસેથી ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે પોલીસે પકડી લીધો હતો, દિ.પ્લોટ 39 વાલ્મીકી વાસમાં રહેતા પ્રફºલ ગુલાબ પરમાર (ઉ.વ.36) ને દારૂની એક બોટલ સાથે ઉધોગનગર ચોકડી પાસેથી પકડી લીધો હતો. આ ઉપરાંત કાલાવડના ખડધોરાજી ગામના દિપક ઉર્ફે ડગો અમુ મકવાણા (ઉ.વ.24) ને દારૂની બે બોટલ લઇને નીકળતા નાના વડાળા રોડ પરથી પોલીસે પકડી લીધો હતો.

જામનગરમાં યુવાનને નજીવી બાબતે સળીયો ફટકાર્યો

જામનગરના અશોક સમ્રાટ નગરમાં રહેતા હુસેન દીનમામદ બ્લોચ (ઉ.વ.21) તથા અન્ય ગઇકાલે ગોલ્ડન સીટી પાસે બેઠા હતા એ દરમ્યાન આરોપી અજયસિંહ લોખંડનો સળીયો લઇ નરેશની સાથે ત્યાં આવી દારૂ પીધેલી હાલતમાં હુસેનભાઇને અપશબ્દો બોલીને સળીયા વડે હુમલો કરી હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહાેંચાડી હતી તેમજ નરેશે મુંઢમાર માર્યો હતો આ અંગે હુસેનભાઇ દ્વારા સીટી-સી માં ગોલ્ડન સીટીની બાજુમાં રહેતા અજયસિંહ જાડેજા અને નરેશ નેપાળીની વિરુધ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ કરી હતી.

Comments

comments

VOTING POLL