જામનગર ઇન્કમ ટેકસને હરરાજીમાં ઉપજયા 1.44 લાખ

September 12, 2018 at 1:56 pm


જામનગર ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા ત્રણ દાયકા પહેલા પાડવામાં આવેલા અલગ અલગ દરોડાઆેમાં આસામીઆે પાસેથી કબજે કરવામાં આવેલી બેનામી સંપતિઆેમાં સોનાના દાગીના કબજે લેવામાં આવ્યા હતાં, ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ દ્વારા લાંબા સમયગાળા બાદ આસામીઆે અને કબજે લેવાયેલ મુદામાલમાંથી આઇટીની રકમ વસુલ કરવા જામનગર આઇટી દ્વારા આજે કબજે લેવાયેલા દાગીનાની જાહેર હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ 32 જેટલા વેપારીઆે અને ધંધાર્થીઆે આ સોનાના દાગીનાની ખરીદી કરવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં આઇટીના પ્રિન્સીપાલ કમિશ્નર એફ.એસ. સીરોયા, કમિશ્નર આેફ ઇન્કમ ટેકસ (અપીલના) આર.કે. સિન્હા, નમીતા ખુરાના મેડમ (જોઇન્ટ કમિશ્નર), વાય.આર. શેઠ, ટી.એન. ટીનવાલા સ્વરૂપ ભટ્ટ, જયેશ કાનાણી, સુભાષ જેઠવાની ઉપસ્થિતીમાં થયેલી હરરાજીમાં અમદાવાદના સીગ્મા ટે²ડર્સના માલીક અમલભાઇ વસંરાવ જાદવ વતી જીજ્ઞેશ રાદનપરાએ કુલ પાંચ સોનાના દાગીના કુલ રૂા.1,44,450માં ખરીદ કર્યા હતાં.

Comments

comments

VOTING POLL