જામનગર એનએચએમના કર્મચારીઆે દ્વારા આવેદનપત્ર

September 12, 2018 at 1:37 pm


જામનગર જિલ્લાના એનએચએમના કર્મચારીઆેના પગારમાં સંદર્ભે સીનીયોરીટી વાઇઝ લોયલ્ટી સાથે પગારમાં વધારો કરવામાં આવેલ પરંતુ પછીના પત્ર અન્વયે અધિકારીઆે પાસેથી અભિપ્રાયો માંગેલ અને અભિપ્રાયો મોકલવા છતાં એનએચએમ સ્ટાફનો આ આશાસ્પદ પગાર વધારો રોકી દેવામાં આવેલ છે. તો એનએચએમ સ્ટાફને ન્યાય મળે તેમજ હાલ અમુક જિલ્લાના એનએચએમ કર્મચારીઆે અમારી પગાર વધારાની અને અન્ય પડતર માંગણીઆેને લઇને હડતાલ પર છે, આ અંગે જામનગર જિલ્લાના તમામ કર્મચારીઆે પણ તેઆેના સમર્થનમાં તા.14-9-18થી નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચિમકી દશાર્વવામાં આવી છે.

Comments

comments

VOTING POLL