જામનગર એસટીના નિવૃત કર્મચારીઆેની બેઠકઃ પીએફ વધારવા કરાયેલ માંગણી

February 6, 2018 at 11:02 am


જામનગર વિભાગ એસટી નિવૃત કર્મચારી સંગઠન જામનગરના સભ્યોની એક મીટીગ મજુર મહાજન સંઘ, જામનગર ખાતે મળેલ જેમાં નિવતૃ કર્મચારીઆે કે જે એમ્પ્લોઇઝ પ્રાેવિડંડ ફંડ યોજના હેઠળ પી. એફ. પેન્શન યોજના 1995 અંતર્ગત પેન્શન મેળવે છે જેની રકમ મામુલી છે અને રૂા.1000ની મર્યાદામાં મળે છે, મોટા ભાગના નિવૃત કર્મચારીઆેને આ યોજના હેઠળ રૂા.1000થી આેછી રકમ મળે છે. જામનગર વિભાગ એસટી નિવૃત કર્મચારી સંગઠન દ્વારા સને 2008માં મીનીમમ માસિક રૂા.3500 હોવુ જોઇએ તેની માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરેલ, જે માટે સંગઠન દ્વારા ગુજરાત રાજય ઉપરાંત સાત રાજયોના જુદા જુદા શ્રમિક સંગઠનનો ટેકો લઇ વખતો વખત રજૂઆત કરવામાં આવે છે, પરંતુ, પ્રાેવિડંડફંડ ખાતુ કે કેન્દ્ર સરકારનું શ્રમિક મીનીસ્ટ્રીક દ્વારા કોઇ જ યોગ્ય પગલા લીધેલ હોય તેવું જણાતું નથી.

તાજેતરમાં નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા એસ.સી. નં.33032-33033-15માં જણાવ્યું છે કે, મીનીમમ પેન્શન રૂા.8500નું સુચન કરેલ છે, જે આજ દિવસ સુધી કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિqક્રયા કરવામાં આવેલ નથી અને દેશના દરેક ખુણેથી સભ્યોમાંથી તેની રજૂઆત થતી આવી પણ આ નિર્ભર સરકાર પોતાના ગુણગાન ગાય છે, પણ શ્રમિકની પોતાની રકમ મેળવવા માટે રજૂઆત કરે છે, તો કેન્દ્ર સરકારનું શું પેટમાં દુઃખે છે તે ખબર પડતી નથી, સરકારે તેમાં પોતાના પૈસા તો આપવાના નથી, શ્રમીકની પરસેવાની કમાણીમાંથી કાપી લીધેલ રકમ આપવા માટે પણ શું મુશ્કેલી પડે છે તે સમજાતું નથી તાજેતરમાં કેન્દ્ર સરકારે પોતાનું બજેટ બહાર પાડેલ તેમાં પણ આ બાબતની કોઇ જ વાત કરેલ નથી શ્રમિક પોતાની નિવૃતી પછીની વૃધ્ધ અવસ્થાનાં સમયમાં જયારે આર્થિકતાની જરૂરીયાતના સમયે પોતાની રકમ પરત મેળવવામાં જો સરકાર કોઇ જ જવાબ આપતી ન હોય તો આ સરકાર ગરીબોનું શું સારૂ કરશે, વાસ્તવિકતા એ છે કે, નિવૃત કર્મચારી હાલ 70 થી 80 વર્ષની વયના થવા જાય છે અને હવે કેટલુ જીવશે તે નકકી નથી, પેન્શન મળવાનું છે તે કર્મચારીના પગારમાંથી કાપવામાં આવેલ તે ઉપર એસટી કોર્પોરેશન તેટલી રકમ જમાં કરાવેલ હોય અને આ રકમમાંથી પેન્શન આપવાનું થતું હોય છે, પુરતુ પેન્શન આપવામાં આવતું નથી, આ રકમ સરકારી તિજોરીમાંથી આપવાનું હોતુ નથી તે બાબત સ્પષ્ટ છે, છતાં આ નિર્ભર તંત્ર કોની રાહ જોવે છે કે શું પેન્શનરોની સંખ્યા આેછી થાય તેની કે જેનાથી તેની આ જમાં રકમ સરકાર પોતાના ઉપયોગમાં લેવા માટે આવુ કરે છે, આમ, આ મીટીગમાં ચર્ચા થયેલ છે.

ખરેખર એમ્પ્લોઇઝ પ્રાેવિડંડ ફંડ પેન્શન યોજના 1995 યોજના તા.15-11-1995ના રોજ અમલમાં આવી પણેનું માળખુ સ્પષ્ટ થયેલ નથી, યોજના ફºલ ફોર્મના રચના આજે પણ 13 વર્ષ થવા જાય છે, છતાં પ્રાેવિડંડ ફંડ ખાતુ કે કેન્દ્ર સરકાર કેટલુ પેન્શન કઇ ગણતરીએ આપવુ તે નકકી કરી શકતા નથી શું આ નિવૃત શ્રમિકોની મશ્કરી નથી શુંં…?

આથી ગંભીરતા પૂર્વક વિચારવાનું રહેશે કે, નિવૃત કર્મચારી પોતાની પ્રાેવિડંડ ખાતા સમક્ષ રકમ પરત મેળવવા અને પેન્શન યોજના હેઠળ આવરી લઇ તે રકમનું અન્ય જગ્યાએ રોકાણ કરી કમાણી મેળવવાની પ્રતિqક્રયા કરે છે પણ પુરતુ પેન્શન આપતા નથી, તો હવે ચાલુ કર્મચારીઆેએ પણ પોતાના ભવિષ્ય માટે વિચારવુ પડશે કે અમારો પણ આવો સમય આવવાનો છે, માટે આ એમ્પ્લોઈઝ પ્રાેવિડંડ ફંડ પેન્શન યોજના 1995 અંતર્ગત જનમત પણ લેવો પડે તો લઇ અને કેન્દ્ર સરકાર તેની ગંભીરતા સમજી આ પ્રશ્નોનો નિકાલ પેન્શનરોના હિતમાં લે તેવું સવાર્નુમતે રજૂઆત કરવામાં આવેલ છે.

Comments

comments