જામનગર, કાલાવડ, જામજોધપુર પંથકમાં અપમૃત્યુના ચાર બનાવ

September 12, 2018 at 1:46 pm


જામનગરના રાજપાર્ક પાછળ આવેલી રંગમતીપાર્કમાં રહેતી કશિષબેન કલ્પેશભાઇ પટેલ નામની બે વર્ષની બાળા ગત તા. 1ના રોજ રમતા રમતા રસોડામાં આવી ગેસનો વાયર ખેંચતા તેમના પર ગરમ તેલ પડતા આ બાળા ગંભીર રીતે દાઝી જવાથી સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેને તા. 11ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ પામી હતી. આ અંગે પોલીસમાં કલ્પેશભાઇ મહેન્દ્રભાઇ પટેલે જાણ કરતા પોલીસ હેડ કોન્સ. વી.પી. સોઢાએ વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જામનગરની હરીયા કોલેજ પાસે કૈલાશનગર શેરી નં. 5માં રહેતા લાખાભાઇ પાલાભાઇ ગોજીયા નામના 42 વર્ષના આહિર યુવાનને ગઇકાલે બપોરે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગે સીટી-સી એએસઆઇ કે.કે. સેગરએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં કાલાવડ તાલુકાના ભગડા ગામે ચંદ્રસિંહ વિક્રમસિંહ જાડેજાની વાડીએ મજુરી કામ કરતા પારૂલબેન લુભીભાઇ ઉર્ફે રાજુભાઇ ભીલ (ઉ.વ.19) ને તેમના પતિએ વતન જવાનુ કહેતા પારૂલબેનને હાલ ખેતીનુ કામ ચાલુ હોય જે પુર્ણ થયા પછી જવાનુ કહેતા પતિએ તેનો ઇન્કાર કરતા પારૂલબેનને માઠુ લાગ્યુ હતું દરમ્યાન પારૂલબેને વાડીમાં આવેલ મકાનની આડીમાં દુપટ્ટાે બાંધી ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી હતી. આ અંગે પીએસઆઇ ડી.પી. ચુડાસમાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા બનાવમાં જામજોધપુર તાલુકાના ગોપ ગામે રહેતા અશ્વિનભાઇ કાળાભાઇ પાથર નામના 25 વર્ષના સગર યુવાનને છેલ્લા બે વર્ષટી ટીબીની બિમારી હોય અને છેલ્લા 15 દિવસથી મગજ કામ કરતુ ન હોય જેથી કંટાળી જઇ ગઇકાલે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતુ આ અંગે હેડ કોન્સ. ડી.આર. આહીરે વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL