જામનગર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે પોલીસ અધિક્ષક અભિવાદન સમારંભ

September 8, 2018 at 12:51 pm


જામનગર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, આઇપીએસનો અભિવાદન સમારંભ યોજાયેલ હતો, સમારંભની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ તુલસીભાઇ વી. ગજેરાએ ઉપસ્થિત મહેમાન કારોબારી સમિતિના સભ્યઆે, પૂર્વ પ્રમુખ તથા માનદ મંત્રીઆે, ચેમ્બરની સભ્ય સંસ્થાઆેના ઉપસ્થિત પ્રમુખ તથા મંત્રીઆે વિગેરેને આવકારી સ્વાગત કરતા જણાવેલ હતું કે ચેમ્બરની પ્રણાલીકા અનુસાર જામનગર શહેર અને જિલ્લામાં આવતા નવનિયુકત અધિકારીઆેને ચેમ્બર આવકારે છે અને વેપાર ઉધોગના પ્રશ્નોની સાથે જામનગર શહેર તથા જિલ્લાના જનસામાન્યના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે પ્રયાસો કરતી રહે છે તેમજ વધુમાં જણાવેલ કે જયારથી નવા પોલીસ અધિક્ષકએ જામનગરનો ચાર્જ સંભાળેલ છે ત્યારથી ટ્રાફીકની સમસ્યા નિવારવા ટ્રાફીક ડ્રાઇવ શરૂ કરેલ છે તે આવકારદાયક છે તેમજ તેમણે એવી આશા વ્યકત કરેલ હતી કે નવનિયુકત પોલીસ અધિક્ષકના કાર્યકાળ દરમ્યાન જામનગર શહેરની કાયદો, વ્યવસ્થા અને ટ્રાફીકની સમસ્યાનું નિરાકરણ આવશે આ તકે ચેમ્બર દ્વારા પણ સાથ સહકાર આપવા ખાત્રી આપેલ હતી, ત્યારબાદ સંસ્થાના માનદ સહ મંત્રી મનોજભાઇ પેશાવરીયાએ પોલીસ અધિક્ષકનો પરિચય આપેલ હતો.

ચેમ્બરના હોદેદારઆેમાં પ્રમુખ તુલસીભાઇ વી. ગજેરા, ઉપપ્રમુખ કમલેશભાઇ જે. રાઠોડ, મંત્રી બિપેન્દ્રસિંહ સી. જાડેજા, સહમંત્રી મનોજભાઇ પેશાવરીયા, માનદ ખજાનચી રમણીકભાઇ અકબરી, માનદ સંપાદક કૃણાલભાઇ વી. શેઠ તથા જામનગર મ્યુનિ. કોર્પોરેશન પેનલ તથા કાયદો, વ્યવસ્થા અને ટ્રાફીક પેનલના ચેરમેન જીતેન્દ્ર એચ.લાલ તેમજ પૂર્વ પ્રમુખ વિનુભાઇ ડી. પટેલ ઉપરાંત ચેમ્બરની સભ્ય સંસ્થાઆે જામનગર ફેકટરી આેનર્સ એસોસીએશનના સહમંત્રી રાજેશભાઇ ચાંગાણી, ધી સીડઝ એન્ડ ગે્રઇન મરચન્ટ એસો.ના માનદ મંત્રી લક્ષ્મીદાસભાઇ જામનગર સહકારી ઉદ્યાેગનગર સંઘ લી.ના ચેરમેન ધીરૂભાઇ કારીયા, જામનગર ઇલેકટ્રીક કોન્ટ્રાકટર એન્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ નિલેશભાઇ કગથરા, ધી કોમશ}યલ ટેકસ પ્રેકટીશનર્સ એસો.ના પ્રતિનિધિ જયેશભાઇ કાનાણી, જામનગર કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના પ્રમુખ રાજેન્દ્રભાઇ આર. રાબડીયા, ઇન્કમટેકસ પ્રેકટીશનર્સ એસો.ના ઉપપ્રમુખ સંજીવભાઇ બુધ્ધ જામનગર શેર હોલ્ડર્સ એસો.ના પ્રમુખ મુગટલાલ સી. શાહ, જામનગર ગુડઝ ટ્રાન્સપોર્ટર એન્ડ કમીશન એજન્ટ એસો.ના મંત્રી ગંગાસિંહભાઇ દેવડા, જામનગર સુવર્ણકાર આૈધોગિક મહામંડળના પ્રમુખ કિશોરભાઇ ભુવા, જામનગર મોટર મરચન્ટ એસો.ના પ્રમુખ નયનભાઇ ડી. મોડીયા, કચ્છ સૌરાષ્ટ્ર સોલ્ટ મેન્યુ. એસો.ના મંત્રી તલસાણીયાભાઇ, જામનગર બિલ્ડર્સ એસો.ના પ્રમુખ જમનભાઇ ફલદુ દ્વારા ઉપસ્થિત પોલીસ અધિક્ષકનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરેલ હતું. પોલીસ અધિક્ષક શરદ સિંઘલે તેમના અભિવાદન અંગેના પ્રતિભાવમાં આભારની લાગણી વ્યકત કરેલ હતી વધુમાં જણાવેલ કે વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ સાથે વાતચીત કરી જુના રેલવે સ્ટેશનવાળી જગ્યા ખાતે લેવલ કરી પાકંગ સુવિધા ઉપલબ્ધ કરવા રજુઆત કરેલ છે વધુમાં શહેરની શાક માર્કેટ વિસ્તારમાં થતી ટ્રાફીક જામની પરિસ્થિતી બાબત, ઢોર ઢાંખરના ત્રાસ બાબત 304 કલમ ઢોર માલીક ઉપર લાગુ કરવા, શહેરના કોમ્પ્લેકસના પાકંગ ખુલ્લા કરાવવા, પાકંગમાં ગેરકાયદેસર થયેલ દબાણો દુર કરવા, નાઇટ પેટ્રાેલીગ માટે ઇ-એપ્લીકેશન, સીસીટીવી કેમેરા પ્રાેજેકટ બાબત, ભુ-માફીયાઆે માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેટીવ ટીમ (શીટ) બનાવેલ છે તેમજ હાલની ટ્રાફીક ડ્રાઇવ વિશે પણ માહિતી આપેલ હતી, આ તકે ચેમ્બરના હોદેદારો, પેનલના ચેરમેન તથા સભ્યઆેએ વિસ્તૃત પ્રશ્નો રજૂ કરેલા હતા જેમાં ટ્રાફીક સિગ્નલ, ધુમ સ્ટાઇલ બાઇકચાલક, ખાનગી વાહનોના પાકંગ, ઢોરની સમસ્યા વિગેરે રજુઆત કરેલ જેના નિરાકરણ માટે સંતોષકારક પ્રત્યુતર સાથે નિરાકરણ લાવવા ખાત્રી આપેલ હતી, અભિવાદન સમારોહનું સફળ સંચાલન માનદ મંત્રી બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ કરેલ હતું તથા બેઠકના અંતે સંસ્થાના ઉપપ્રમુખ કમલેશભાઇ રાઠોડે આભાર દર્શન કરેલ હતું.

Comments

comments

VOTING POLL