જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાના 134 ફોર્મ રદઃ આજે ચિત્ર ફાઇનલ થશે

February 6, 2018 at 12:25 pm


Spread the love

જામનગર જિલ્લાની કાલાવડ, ધ્રાેલ, જામજોધપુર નગરપાલિકાઆેની ચૂંટણીમાં ત્રણેયના મળીને કુલ 134 ઉમેદવારી પત્રો અમાન્ય રહ્યા છે, જ્યારે હાલની િસ્થતિ મુજબ ર43 ઉમેદવારો મેદાનમાં છે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચાઇ ગયા બાદ કઇ નગરપાલિકામાં કેટલા ઉમેદવારો રહે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે, અત્રે નાેંધનીય છે કે નગરપાલિકાના ચૂંટણીના પરિણામ મહત્વના માનવામાં આવે છે, આવતા વર્ષે લોકસભાની ચૂંટણીનો મહા મુકાબલો છે, આવા સંજોગોમાં ગ્રામ પંચાયત બાદ નગરપાલિકાની ચૂંટણી પણ ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે. ચિત્ર મુજબ કાલાવડમાં 79 ઉમેદવારીપત્રો નગરપાલિકા માટે ભરાયા હતા, જેમાંથી 1ર અમાન્ય રહેતા 67 ઉમેદવાર રહ્યા છે, ધ્રાેલમાં 166 ભરાયા હતા, પ6 માન્ય રહ્યા છે, 110 ઉમેદવારો હાલમાં છે, એ જ રીતે જામજોધપુરમાં 13ર ઉમેદવારીપત્રો ભરાયા હતા, 66 અમાન્ય રહ્યા છે અને 66 બચ્યા છે. આજે ઉમેદવારી પત્રો ખેંચવાનો અંતિમ દિવસ છે, જેને મહત્વનો માનવામાં આવે છે, છેલ્લા બે દિવસથી નગરપાલિકામાં પણ નડતા ઉમેદવારોને હટાવવા માટે બન્ને મુખ્ય પક્ષ ભાજપ અને કાેંગ્રેસના માથાઆે રાત ઉજાગરા કરી રહ્યા છે, આ પૂર્વે કઇ નગરપાલિકામાં ક્યા મુરતીયાનો ગોઠવવો એ બાબતે પણ સારી એવી ખેંચતાણ થઇ હતી, ભાજપના દિગ્ગજો પોતપોતાના મુરતીયાઆેને સેટ કરવા અંદરખાને કવાયત કરતા દેખાતા હતા, એટલે એવું માનવામાં આવે છે કે, પોતાના મનગમતા ઉમેદવારોને આડે ઉભેલા નડતા ઉમેદવારોને ખસેડવા માટે પણ આજ સાંજ સુધી એડીચોટીનું જોર લગાવી લેવામાં આવશે, આમ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ નગરપાલિકાની ચૂંટણી પણ ભારે રસપ્રદ બનતી દેખાઇ છે.