જામનગર જિલ્લાની 179 ગ્રામ પંચાયતમાં સરેરાશ 77 ટકા શાંતીપૂર્ણ મતદાન

February 5, 2018 at 2:04 pm


Spread the love

જામનગર જિલ્લાની 179 ગ્રામ પંચાયત માટે ગઇકાલે શાંતિપૂર્ણ મતદાન યોજયું હતું, દ્વારકા જિલ્લાની 48 ગ્રામ પંચાયત માટે સરેરાશ 80 મતદાન થયું હતું, સરપંચ માટેના 457 અને સભ્યપદના 2805 ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં કેદ થઇ ગયું હતું. જામનગર જિલ્લાની ગ્રામપંચાયતની વાત લઇએ તો જામનગરમાં 34 ગ્રામપંચાયતમાં 73.55, કાલાવડમાં 37 ગ્રામપંચાયતમાં 76.25, લાલપુરમાં 34 ગ્રામ પંચાયતમાં 74.10, જામજોધપુરમાં 49માં 77.50, ધ્રાેલમાં 13માં 68.90, જોડીયામાં 12માં 70.68 ટકા ગ્રામ પંચાયતમાં મતદાન થયું હતું, દ્વારકા ગ્રામ પંચાયતમાં 48 બેઠકોમાં ખંભાળિયામાં સરપંચ માટે 83.45 ટકા સભ્ય માટે 81.02 ટકા, ભાણવડમાં 79.67 અને 80.99 મતદાન થયું હતું, જામનગર જિલ્લાની છ તાલુકામાં 81680 પુરૂષ 70317 સ્ત્રી સહિત 151997 લોકોએ મતદાન કર્યુ હતું. શરૂઆતના તબકકામાં ધીમુ મતદાન રહ્યું હતું. જેમ જેમ કલાકો આગળ ગઇ તેમ મતદાન થતું રહ્યું.

દ્વારકામાં 80 અને 78.86 ટકા, કલ્યાણપુર 71.19 અને 51.13 ટકા મતદાન થયું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી અને જામનગર જિલ્લાના એસપીએ મજબુત બદોબસ્ત ગોઠવતા ચૂંટણી શાંતીપૂર્ણ થઇ હતી, એવી ખાસ કોઇ ફરીયાદો જોવા મળી ન હતી, જામનગર તાલુકાની હાલારી વિશા આેશવાળ, કાલાવડમાં હાઈસ્કૂલ, લાલપુરમાં આઇટીઆઇ, જામજોધપુરમાં અમૃતાબેન સવજાણી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ, ધ્રાેલમાં હળધ્રાેલ હાઈસ્કૂલ, અને જોડીયામાં આઇટીઆઇમાં મતગણતરી થશે.