જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સંયુકત બેઠક યોજાઇ

May 24, 2018 at 10:56 am


ગત તા.19મેના રોજ અટલ ભવન, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જામનગર જિલ્લા ભાજપ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની એક અગત્યની સંગઠન બેઠક પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતીમાં યોજાઇ ગઇ. આ બેઠકમાં સંગઠન રચનાનું કામ વેગવંતુ બને, સંરચનાઆે પૂર્ણ થાય તથા સંગઠનના આગેવાનોનો સંગઠનાત્મક પ્રવાસ થાય તથા કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી કરેલ કામોની વિસ્તૃત માહીતી જન જન સુધી પહાેંચે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. મનસુખભાઇ માંડવીયાએ થયેલ કાર્યક્રમો અને આગામી કાર્યક્રમોની પુછપરછ તથા મંડલની માહીતી મેળવેલ સાથો સાથ આગામી દિવસોમાં સંગઠનના કાર્યક્રમો સફળ થાય તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરેલ તેમજ સંચાલન જિલ્લા મહામંત્રી ડો. વિનોદ ભંડેરીએ કરેલ, આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, દેવભૂમિ દ્વારકાના પ્રભારી જેન્તીભાઇ ભાનુશાળી ચેરમેન મુળુભાઇ બેરા, મેઘજીભાઇ કણઝારીયા, પૂર્વ મંત્રી રાઘવજીભાઇ પટેલ, મહામંત્રી દિનેશભાઇ દતાણી, યુવરાજસિંહ વાઢેર, જે.કે. કણઝારીયા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોદેદારો, મંડલના પ્રમુખ મહામંત્રીઆે, જિલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઆે આ બેઠકમાં ઉપસ્થિત રહેલ હતાં.

Comments

comments

VOTING POLL