જામનગર પંથકમાં હિથયાર મળવાનો સિલસીલો યથાવત ઃ ધ્રાેલ-જોડિયામાંથી વધુ બે બંદુક કબ્જે

August 29, 2018 at 1:41 pm


જોડિયાના દુધઇમાં તળાવની પાળ નજીક ધ્રાેલના શખ્સને જામગરી બંદુક સાથે એસઆેજીએ પકડી લીધો હતો તથા ધ્રાેલના કન્યા છાત્રાલય પાસેથી એક શખ્સને સ્થાનીક પોલીસે દેશી બંદુક સાથે દબોચી લીધો હતો. જામનગર પંથકમાં ગેરકાયદે હથીયારો મળવાનો સિલસીલો યથાવત રહયો છે છેલ્લા ત્રણ ચાર દિવસ દરમ્યાન જામનગરમાં પિસ્ટલ અને તમંચા સાથે શખ્સોને દબોચી લીધા બાદ હથીયારના વધુ બે કેસ નાેંધાયા છે. મળતી વિગત મુજબ ધ્રાેલના ચામુંડા પ્લોટમાં રહેતા દોસમામદ ઉર્ફે ઢોલીયો દાઉદ મકવાણા (ઉ.વ.30) નામના શખ્સને ગઇકાલે દુધઇ તળાવની પાળ વિસ્તારમાંથી ગેરકાયદે, લાયસન્સ વગરની દેશી જામગરી બંદુક સાથે પકડી લેવામાં આવ્યો હતો, આ કાર્યવાહી એસઆેજી ઈન્ચાર્જ પીઆઇ એચ.બી. ગોહીલ, પીએસઆઇ જે.બી. પટેલ, સ્ટાફના જ્ઞાનદેવસિંહ, સંદિપસિંહ, ઘનશ્યામભાઇ, અશોકભાઇ, મયુદીનભાઇ, સોએબભાઇ, દોલતસિંહ, રમેશભાઇ, લાલુભા, સહદેવસિંહ, દયારામ વિગેરે દ્વારા કરવામાં આવી હતી. બીજા દરોડામાં ધ્રાેલના ગાયત્રીનગરમાં આવેલા ડફેરવાસમાં રહેતા કાદર ઉર્ફે આેઢીયો જુમા જુણેજા (ઉ.વ.28) નામના શખ્સને ધ્રાેલના કન્યા છાત્રાલય પાસે ખારાવાડી વિસ્તારમાંથી પરવાના વિનાનું દેશી મજલલોડ બંદુક રાખીને નીકળતા ધ્રાેલ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો ઉપરોકત બંને કેસમાં જોડીયા તથા ધ્રાેલ ખાતે આમ્ર્સ એકટ મુજબ ફરીયાદ નાેંધાવવામાં આવી છે. જેના આધારે

Comments

comments

VOTING POLL