જામનગર-રાજકોટ-ભાવનગર રૂટ પર દોડશે એસટી વોલ્વો

May 24, 2019 at 11:29 am


Spread the love

ખાનગી ટ્રાવેલ્સ કંપ્નીઓ સામે હવે સીધી હરિફાઈના ભાગપે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ભાડેથી લકઝરી બસો મેળવીને દોડાવવામાં આવી રહી છે. દરમિયાન આગામી તા.1-6-2019થી જામનગર-રાજકોટ-ભાવનગર ટ પર એસ.ટી. નિગમની ટૂ બાય ટૂ વોલ્વો કોચ સેવા શ કરવામાં આવનાર છે. આ ટના સ્ટોપેજ અને ટિકિટના દરની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

વધુમાં રાજકોટ એસ.ટી. ડિવિઝન કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ સવારે 6થી રાત્રે 11-30 કલાક સુધી દર અડધી કલાકે આ બસની સેવા ઉપલબ્ધ થશે. હાલમાં રાજકોટ-ભાવનગર ટ પર જે બ્લ્યુ કલરની ટૂ બાય ટૂ એરકન્ડિશન કોચ દોડાવવામાં આવી રહી છે તે બસ ટને લંબાવીને હવે જામનગર સુધીનો કરવામાં આવશે. જામનગરથી ભાવનગરની ટિકિટ અંદાજે ા.250થી 275 સુધીની રહેશે. રિટર્ન ટિકિટમાં 10 ટકા અને પાંચ વ્યક્તિના ગ્રુપમાં એડવાન્સ બુકિંગ કરાવાય તો પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.