જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પીજીવીસીએલની 42 ટીમો દ્વારા કડક ચેકીગ

September 12, 2018 at 1:59 pm


જામનગર શહેરમાં સવારથી જ પીજીવીસીએલની 42 ટીમો દ્વારા શહેરના મુખ્ય વિસ્તારો તેમજ સચાણા અને બાલાચડીમાં ચેકીગ કરવામાં આવી રહ્યું છે અને સાંજ સુધીમાં મોટાપાયે વિજ ચોરી ખુલવાની શકયતા છે ત્éારે ગઇકાલે રૂા.21.25 લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી. પીજીવીસીએલના સુત્રોના જણાવ્éા અનુસાર આજ સવારથી જામનગર સર્કલના હાપા, નગરસીમ વિસ્તારમાં ચેકીગ કરવામાં આવી રહ્યું છે, જેમાં લાલવાડી, કૌશલનગર, ખંભાળીયા ગેઇટ, નિકલંઠ સોસાયટી, સાધનાકોલોની તેમજ સચાણા અને બાલાચડી ગામમાં પણ પીજીવીસીએલની ટીમ ત્રાટકી છે, આ ટીમમાં 16 લોકલ પોલીસ અને 15 એકસ આર્મીમેન સાથે રહ્યા છે. ગઇકાલે શહેરના દરબારગઢ, સાતરસ્તા અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 44 ટીમો દ્વારા ચેકીગ કરવામાં આવ્યું છે જેમાં 775 કનેકશન ચેક કરાયા હતાં અને 133માં વિજ ચોરી નિકળતા કુલ 21.25 લાખનો દંડ કરાયો હતો. કાર્યપાલક અજય કે.મહેતાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Comments

comments

VOTING POLL