જામનગર શહેરની નજીક આવેલ ખીજડીયા પક્ષી અભ્યારણમાં પાણીની દુવિધા

May 10, 2019 at 10:31 am


જામનગર શહેરની નજીક આવેલ અને જામનગર શહેરની શાન ગણાતું ખીજડીયા પક્ષી અભ્યારણ જેને જોવા માટે સમગ્ર દેશ-વિદેશમાંથી પર્યટકો આવે છે. આ ખીજડીયા પક્ષી અભ્યારણમાં 300 ઉપરાંત પ્રજાતિના પક્ષી છે જે ઇઝરાયેલ, જાપાન, અફઘાનિસ્તાન, ફ્રાંસ, પેરીસ વગેરે દેશોમાંથી આવીને વસવાટ કરે છે. પરંતુ હાલમાં કોઇ પાણીની સુવિધા ન હોય અને પાણી માટેની કોઇ વ્યવસ્થા ન હોય જેને લીધે અમુક પક્ષીઆે બિમાર પડેલા છે અમુક પક્ષીઆે પોતાના વતન પાછા ફરેલ છે તેમજ અન્ય પક્ષીઆે જ્યાં પાણીની વ્યવસ્થા હોય ત્યાં ચાલ્યા ગયેલ છે.

આ અંગે તાકિદે ઘટતું કરવા નગરસેવક આનંદ ગોહિલએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવીને રજાુઆત કરી છે. આ પત્રમાં વિસ્તૃતમાં જણાવેલ છે કે ખીજડીયા પક્ષી અભ્યારણ જે જામનગરનું એક પર્યટન અને જોવા લાયક પક્ષી માટેનું અભ્યારણ ધીરે-ધીરે મૃતપાય થયેલ છે અને પ્રવાસીને પણ ધરમનો ધક્કાે થાય છે જેથી કરીને આ પક્ષી અભ્યારણમાં તાત્કાલીકના ધોરણે પાણીની વ્યવસ્થા કરી આપી ઘટતી કાર્યવાહી કરી આપવા અનુરોધ કરવામાં આવેલ છે.

Comments

comments