જામનગર શહેરમાં ફરીથી 12 લાખની વિજચોરી પકડાઇ

February 5, 2018 at 1:46 pm


જામનગર શહેરમાં આજ સવારના 7 વાગ્યાથી નગરસીમ, કાલાવડ નાકા, સાધના કોલોની, જેલ રોડ, મીગકોલોની, દિગ્વીજય પ્લોટના જુદા જુદા વિસ્તારોમાં વિજચેકીગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 12 લાખની વિજચોરી પકડાઇ છે. આજે સવારે 35 ટીમોએ 18 એસઆરપી, 16 એકસ આર્મી મેનને સાથે રાખીને ચેકીગ કર્યુ હતું, બપોર સુધીમાં 539 વિજકનેકશનો ચેક કરવામાં આવ્યા હતાં જેમાંથી 103માં વિજચોરી પકડાતાં રૂા.12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL