જામનગર શહેર-જીલ્લામાં દેશી દારૂનો જથ્થાે કબ્જેઃ દસ કેસ નાેંધાયા

November 27, 2018 at 1:31 pm


જામનગરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂ અંગે કાર્યવાહી હાથ ધરીને દસ જેટલા કેસ નાેંધીને દારૂનો જથ્થાે કબ્જે લેવાયો હતો. જામનગરના દિ.પ્લોટ-49 રોડ ચારણનેસમાં રહેતી કુંવરબેન કાના ચારણને ત્યાંથી ચાર લીટર દેશી દારૂ, બેડી સોઢા ફળીમાં રહેતી હલીમા ઇશાક સોઢાને ત્યાથી બે લીટર દેશી દારૂ, મોડપર ગામના જીવા રાજશી આહિરના મકાનેથી 3 લીટર દેશી દારૂ, અંબર છત્રી પાસે હમીદા આમદ બુચડને ત્યાંથી 4 લીટર દેશી દારૂ, નવાગામ ઘેડમં રહેતા સુનિલ વિશાલ શિંગાળાના મકાનમાંથી ચાર લીટર દેશી દારૂ, ગણપતનગર બાવરીવાસમાં રહેતી હંસા ગોપાલ કોળીને ત્યાંથી પાંચ લીટર દેશી દારૂ, જાગૃતીનગરના મીરા મોહન પરમારને ત્યાંથી 11 લીટર દેશી દારૂ, સોમનાથ સોસાયટીમાં રહેતા અજીતસિંહ લાખાજી પઢીયારને ત્યાથી ચાર લીટર દારૂ, ડીફેન્સ કોલોનીમાં રહેતા ભગીરથસિંહ હરૂભા જાડેજાને ત્યાંથી એક લીટર દેશી દારૂ અને ધરારનગરમાં રહેતા હુસેન ઉર્ફે મુનો હબીબ દલને ત્યાંથી બે લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

જામનગર પંથકમાં એક ડઝન શખ્સ રાજાપાઠમાં મળી આવ્યા

જામનગરના વસંતવાટીકા, સુભાષ માર્કેટ, ધ્રાેલ, કાલાવડ, નુરી ચોકડી વિગેરે વિસ્તારોમાંથી કુલ દસ શખ્સને ડમડમ હાલતમાં નીકળતા પકડી લેવામાં આવ્યા હતા. જામનગરના નંદનવન સોસાયટી-1માં રહેતા રણજીતસિંહ મોતીસિંહ જાડેજા, દરેડમાં રહેતા અનિલ અમિત ચોરાસી, જુના કુંભારવાડમાં રહેતા બ્રિજેશ ચમનલાલ ચૌહાણ, રમેશ પુના મકવાણાને કેફી પીણું પીધેલી હાલતમાં વસંત વાટીકના ગેઇટ અને શાક માર્કેટ પાસેથી પકડી લીધા હતા. સિધ્ધાથર્ કોલોની-8માં રહેતા મુળજી ભીમજી હીરાણી, જોડીયાનાં નાકા પાસે રહેતા કાંતી જીવા પરમાર, લતીપરના સંધીવાસમાં રહેતા રફીક સુલેમાન બુકેરા, કાલાવડના ધુળશીયામાં રહેતા લલીત પોભણ રોરીયા, ધુળશીયાના મહેશ હીરા સોજીત્રા, જામનગરના દેવુભાના ચોકમાં રહેતા મનિષ મનસુખલાલ ભટ્ટી આ તમામને કેફી પીણું પીધેલી હાલતમાં જુદી જુદી વિસ્તારમાંથી પકડી લીધા હતા. આ ઉપરાંત મોટી લાખણી ગામમાં રહેતા અજીતસિંહ અગરસિંહ જાડેજા તથા મુળ માંઢા અને હાલ જામનગર જુના સ્ટેશન પાસે રહેતા વિજયસિંહ ઉર્ફે ભુરો ભરતસિંહ ચૌહાણ આ બંનેને પાસ પરમીટ વીના જાહેરમાં લાખાણી અને હાપામાંથી પંચ-એ એ પકડી પાડી બંનેની સામે પ્રાેહી. કલમ 66(1)બી 85-1 મુજબ કાર્યવાહી કરી હતી.

ભાટીયામાં વલ} મટકાનો જુગાર

કલ્યાણપુરના ભાટી ગામે જાહેરમાં વલ} મટકાનો જુગાર રમી રમાડતા પોપટ રામજીભાઇ સચદેવ (ઉ.વ.66) વાળા રોકડા 1180 તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ આવ્યો હતો.

Comments

comments

VOTING POLL