જામનગર સહીત હાલારમાં ડેન્ગ્યુનો ડંખ યથાવતઃ વધુ 11 કેસ

September 12, 2018 at 2:13 pm


જામનગર સહીત સમગ્ર હાલારમાં રોગચાળો યથાવત રહ્યાે છે, છેલ્લા કેટલાય સમયથી ડેન્ગ્યુનો ડંખ લોકોને પરેશાન કરી રહ્યાે છે, ત્યારે ગઇકાલે ખાનગી અને જાહેર હોસ્પિટલમાં વધુ 11 કેસ ડેન્ગ્યુના જોવા મળ્યા છે એટલુ જ નહી ચીકનગુનીયાના 4 અને તાવ, વાયરલ ઇન્ફેકશન, શરદી, ઉધરસના 370થી વધુ કેસ હોવાનું બહાર આવ્યું છે હાલારના ગામડાઆેમાં પણ રોગચાળો વધતો જાય છે, ત્યારે આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં નહી લેવાય તો રોગચાળો વધુ વકરશે તેવી ભીતી જણાઇ આવે છે. જાણવા મળતી માહીતી મુજબ જી.જી.હોસ્પિટલના વધુ એક ડોકટર ડેન્ગ્યુમાં સપડાયા છે ગઇકાલે જી.જી. હોસ્પિટલમાં સાત અને ખાનગીમાં ચાર ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે, જે રીતે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં ડેન્ગ્યુના વધુ કેસો જોવા મળશે.

જી.જી. હોસ્પિટલમાં ગઇકાલે તાવના ર00 થી વધુ કેસ જોવા મળ્યા હતા, આજે સવારે પણ આેપીડીમાં તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દદ}આે જોવા મળ્યા હતા, ખાનગી હોસ્પિટલોમાં તાવ અને ઉધરસના દદ}આે બમણા થઇ ગયા છે, અધૂરામાં પુરૂં હોય તેમ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો ડેન્ગ્યુ અંગેની માહિતી મહાપાલિકા આપતા નથી તેવી ફરિયાદ ઉઠવા પામી છે, આેશવાળ, ઇન્દુ મધુ, સમર્પણ અને રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ સહિતની મોટી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુનો ડંખ વખરી રહ્યાે છે તે ચિંતાજનક છે, એક તરફ જામનગર મહાપાલિકા દ્વારા ઘેર ઘેર સર્વેક્ષણ શરૂ થયું છે, ત્યારે તેમાં પણ તાવ અને ઉધરસના કેસો વધુ જોવા મળ્યા છે, કેટલાક વિસ્તારોમાં ફોગીગની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં આ કામગીરી વધુ સઘન બનાવવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. એક અઠવાડીયામાં જામનગર જિલ્લામાં તાવના 4353 કેસો નાેંધાયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં મહાપાલિકા સંચાલિત 1ર દવાખાનાઆેમાં તાવ, શરદીના 1પર8 કેસ, મેલેરીયાના 4 કેસ નાેંધાયા છે, જ્યારે ગામડાઆેમાં સીએચસી, પીએચસી કેન્દ્રાેમાં ગરમી વધી રહ્યા છે. જામનગરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ અસü ગંદકીનો માહોલ જોવા મળ્યો છે, યોગ્ય સફાઇ થતી ન હોવા અંગે પણ અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે ડેન્ગ્યુને નાથવા માટે વારંવાર ટાંકા સાફ કરવા અને ભરેલું પાણી ન હોય ત્યાં મચ્છરથી સચેત રહેવું આમ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળો વધ્યો છે તે હકીકત છે.

Comments

comments

VOTING POLL