‘જામનગર હાફ મેરેથાેન-2018 : રજીસ્ટ્રેશનની લંબાવાતી મુØત

February 1, 2018 at 2:39 pm


Spread the love

સદભાવના ગ્રુપ-જામનગર અને ફીઝીકલ ફાઉન્ડેશન આેફ ઇન્ડિયા (‘પેફી’)ના દ્વારા તેમજ ધર્મરાજસિંહ જાડેજા (ચેરમેન-પેફી-ગુજરાત રાજય)ના નેજા હેઠળ જામનગરમાં આગામી તા.25-2-2018ને રવિવારના રોજ સવારે 6.00 કલાકે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ‘જામનગર હાફ મેરેથાેન-2018’ યોજાવાની હોય જેમાં ભાગ લેવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોતા રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે હવે તા.10-2-2018ને શનિવાર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે તેમ ‘પેફી’-ગુજરાત રાજયના ચેરમેન ધર્મરાજસિંહ જાડેજાએ જણાવ્éું છે.

જામનગરમાં સતત બીજા વર્ષે પણ યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હાફ મેરેથાેનના મેગા ઇવેન્ટ માટે ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન સેન્ટરો ખાતે સ્પર્ધકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યાે છે. જામનગરવાસીઆેના ઉત્સાહને નિહાળી આયોજકો દ્વારા આ સ્પર્ધાના રજીસ્ટ્રેશન માટેની તારીખ લંબાવાનો નિર્ણય આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે જેથી શહેરવાસીઆેને રજીસ્ટ્રેશન કરવામાં વધુ સહેલાઇ રહે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં જામનગર સહિત દેશ-વિદેશના હજારોની સંખ્યામાં ખેલાડીઆે ઉત્સાહભેર ભાગ લેવાના હોય જે માટે દેશ-વિદેશમાંથી પણ દોડવીરો પોતાનું રજીસ્ટ્રેશન આેનલાઇન કરાવી રહ્યા છે.

‘િક્લન એન્ડ ગ્રીન જામનગર’ની થીમ પર યોજાનાર આ મેગા ઇવેન્ટર આગામી તા. 25 ફ્રેબ્રુઆરી 2018ના રોજ યોજાનાર છે. રૂબરૂ અથવા તો આેનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે www.jamnagarsports.com વેબસાઇટ ઉપર થઇ શકશે. તેમજ વધુ માહિતી માટે 81406 11833 અથવા 81409 11833 ઉપર સંપર્ક કરવા ધર્મરાજસિંહ જાડેજાની આ યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત નીચે મુજબના રજીસ્ટ્રેશન સેન્ટરો શરુ કરવામાં આવેલા છે, જેમાં (1) ‘જામનગર હાફ મેરેથાેન-2018’ કાર્યાલય, સુપર માર્કેટ, રામમંદિર સામે, જામનગર. મો. 81409 11833 / 81406 11833 (ર) સેફ ડીલાઇટ ફºડસ-શોપ નં.1-2, સત્યા એપાર્ટમેન્ટ, જોગર્સપાર્ક પાસે, પેલેસ રોડ મો.9374937499 / 75730 15480 (3) ચેતન પેપર માર્ટ- રતનબાજી મસ્જીદ પાસે,જામનગર. (4) શિખંડ સમ્રાટ-દાંડીયા હનુમાન સામે, જી.જી.હોસ્પિટલ પાસે તથા ઇન્દ્રપ્રસ્થ માર્કેટ જામનગર. (5) સનરાઇઝ હોલી ડે- નીયો સ્કવેર, શોપ નં.550, પહેલા માળે, જામનગર. (6) અનમોલ એન્ટરપ્રાઇઝ- (અમુલ આઇસ્ક્રીમ પાર્લર)ક્રીસ્ટલ મોલ સામે બેંક આેફ બરોડાની બાજુમાં,જામનગરનો સંપર્ક કરી શકાશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.