જામીન મંજુર થતા પ્રદિપ શમાર્ જેલ બહાર

August 29, 2018 at 2:16 pm


આલ્કોક એશડાઉનના એમ.ડી.પદના કાર્યકાળમાં રૂ. 25 લાખની લાંચ લીધી હોવાનો આરોપસર 6

ભાવનગરના તત્કાલીન કમિશનર અને પૂર્વ આઈએએસ પ્રદીપશમાર્ના હાઇકોર્ટે જમીન મંજુર કરતા મોટી રાહત થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની આલ્કોક એશ ડાઉનના એમડી પદના કાર્યકાળમાં લાંચ માંગયાના આરોપસર ગુન્હો નાેંધી એસીબી દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી.
મની લોન્ડરીગ અને હવાલા કેસમાં જેલમાં બંધ પૂર્વ આઈએએસ અને ભાવનગર મહાપાલિકાના તત્કાલીન કમિશનર પ્રદીપશમાર્નો ગત 9મી માર્ચ 2018ના જમીન પર છુટકારો થયો હતો. તેઆે જેલમાંથી મુક્ત થતા તુરંત જ એન્ટી કરપ્શન બ્યુરોએ તેમની ધરપકડ કરી હતી. ભાવનગર મ્યુ. કમિશનરના કાર્યકાળમાં હોદ્દાની રુઈએ તેઆે આલ્કોક એશડાઉનના એમ.ડી પદે હતા ત્યારે વર્ષ 2009માં સોãટ શિપયાર્ડ કંપનીની ગ્રાન્ટ મંજુર કરવા શમાર્એ રુ.25 લાખની લાંચ લીધી હતી તેવો આરોપ કંપનીના ડિરેકટર સહાય રાજાએ કર્યો હતો જેના આધારે એસીબી એ ગુન્હો નાેંધી શમાર્ની ધરપકડ કરી કોર્ટના હુકમથી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરેલ.
આ કેસમાં જામીન મેળવવા પ્રદીપશમાર્ તરફથી રજુઆત કરવામાં આવેલી કે બદઇરાદાથી તેમના વિરૂÙ એક પછી એક કેસ નાેંધાઇ રહ્યા છે, જેથી તેઆે જેલની બહાર ન આવી શકે. આ લાંચનો કેસ ઇ.ડી.સમક્ષ 10 વર્ષ પહેલાં અપાયેલા નિવેદનના આધારે નાેંધવામાં આવ્યો છે. 20 મહિના જેલમાં રહ્યા પછી જામીન પર ેઆે બહાર નીકળતા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેલવાસ દરમિયાન લાંચ કેસ મુદ્દે કોઇ એજન્સીએ પુછપરછ પણ કરાઇ નહોતી. આ ટ્રાન્સqક્રપ્ટ પર પણ પ્રદીપ શમાર્ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ તેમને જેલમાં રાખવાનું આયોજન હોવાનો આક્ષેપ કરી રજુઆત કરાઇ હતી કે તેમને સામાન્ય જામીન મળવા જોઇએ. દરમ્યાનમાં જામીન મંજુર થતાં આજે તેઆે ભાવનગર જિલ્લા જેલમાંથી બહાર નિકળ્યા હતા. જિલ્લા જેલમાંથી બહાર આવ્યા ત્યારે વકીલ નિલેશ બાંભણીયા, હરેશભાઇ ડોડીયા તથા અન્યએ તેમને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું

.

Comments

comments

VOTING POLL