જામ્યુકોને રીબેટમાં રૂા.11.96 કરોડની આવક

May 24, 2018 at 11:08 am


જામનગર મહાનગરપાલિકા દ્વારા અને 2018-19ના નાણાકીય વર્ષ અંતર્ગત જાહેર થયેલ રીબેટ યોજના અંતર્ગત તા.22-5-2018 સુધીમાં મિલ્કતવેરા તથા વોટરચાર્જની કુલ રૂા.11.96 કરોડની આવક થવા પામેલ છે, રીબેટ યોજના અન્વયે તા.22-5-2018 સુધીમાં મિલ્કતવેરા તથા વોટરચાર્જ સહિત કુલ 29,268 લાભાથ}આેએ રૂા.92.39 લાખનું રીબેટ આપવામાં આવેલ છે જેમાં મિલ્કત વેરામાં 19,074 લાભાથ}આેએ રૂા.75.52 લાખ તથા વોટરચાર્જમાં 10,194 લાભાથર્}આેએ રૂા.16.87 લાખનું રીબેટ મેળવેલ છે. વર્ષ 2018-19ની રીબેટ યોજના તા.31-5-2018 સુધી ચાલુ હોય શહેરનાં દરેક કરદાતાઆેને આ યોજનાનો લાભ લઇ મિલ્કત વેરા તથા વોટરચાર્જમાં વળતર મેળવવા અનુરોધ કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરા/વોટરચાર્જની રકમ ભરપાઇ કરવા માટે મહાનગર પાલિકાનાં (1) મુખ્ય કેશ કલેકશન વિભાગ (ર) ત્રણેય (સરૂ સેકશન રણજીતનગર તથા ગુલાબનગર) સીટી સીવીક સેન્ટરો (3) જામનગર શહેરમંા આવેલી આઇસીઆઇસીઆઇ એચડીએફસી નવાનગર તથા યશ બેંકની તમામ બ્રાંચોમાં તથા (4) મોબાઇલ ટેકસ કલેકશન વેનમાં પણ સ્વીકારવામાં આવશે તેમજ આેનલાઇન વેરો મહાનગરપાલિકાની વેબસાઇટ પર પણ ભરપાઇ કરી શકાય છે. આપનો વેરો સમયસર ભરપાઇ કરી વ્યાજના ભારણ બચવા અને શહેરનાં વિકાસકાર્યોમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.

Comments

comments