જાહેરમાં ભડાકા કરનારને હવે બે વર્ષની જેલ

December 2, 2019 at 11:24 am


Spread the love

લાયસન્સવાળા હથિયારોનું પ્રદર્શન અને લગ્ન સહિત અન્ય પ્રસંગો ઉપર ફાયરિ»ગથી થનારા મૃત્યુને રોકવા માટે નવો કાયદો અમલી બનવા જઈ રહ્યાે છે. આ કાયદા અનુસાર ફાયરિ»ગ કરનારા વ્યિક્તને બે વર્ષથી જેલ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારતી જોગવાઈ કરવામાં આવશે.
નવા કાયદા હેઠળ એક વ્યિક્ત એક જ હથિયારનું લાયસન્સ લઈ શકશે જ્યારે જૂના કાયદામાં એક લાયસન્સ ઉપર ત્રણ હથિયાર મળતા હતા. લાપરવાહીથી ફાયરિ»ગ કરવા ઉપર પણ સજા ફટકારવામાં આવશે. શસ્ત્ર (સંશોધન) કાયદો 2019 લોકસભામાં રજૂ કરી દેવાયો છે અને તેને આ સત્રમાં જ પસાર કરી દેવામાં આવશે. નવા કાયદામાં જ્યાં હરખમાં આવીને ફાયરિ»ગ પર રોક લગાવવાના ઉપાયો કરવામાં આવ્યા છે બીજી બાજુ શસ્ત્ર લાયસન્સની પ્રક્રિયાને પણ બદલી નાખવામાં આવી છે.
પ્રસ્તાવિત કાયદામાં રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે એક વ્યિક્ત એક શસ્ત્રનો નિયમ પારિવારિક અથવા વિરાસતમાં શસ્ત્રાેના મામલામાં પણ સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવે. જેની પાસે એકથી વધુ શસ્ત્ર છે તેને એક વર્ષમાં બાકીના શસ્ત્ર નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.
પ્રતિબંધિત બોર (સેના અને પોલીસના હથિયારોના બોર)ના હથિયાર રાખવા ઉપર પણ આેછામાં આેછા સાત વર્ષની અને વધુમાં વધુ 14 વર્ષની સજા મળશે. હાલના શસ્ત્ર કાયદા 1959માં આ સજા પાંચ વર્ષ હતી જેને 10 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે. કાયદામાં પોલીસ અથવા સશસ્ત્ર દળો પાસેથી લૂંટાયેલા હથિયાર રાખવા પર ઉમરકેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. સંગઠતિ અપરાધ સિન્ડીકેટ જો શસ્ત્ર લઈને ફરાર થઈ જશે તો તેને 10 વર્ષ અને ઉમરકેદની સજા ફટકારાશે.