જાહેરસભામાં અભદ્ર ટિપ્પણી બદલે ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણીને ચૂંટણીપંચની નોટિસ

April 19, 2019 at 10:35 am


ચૂંટણી પ્રચારના દિવસો જેમ-જેમ ઘટના જાયવ છે તેમ તેમ ચૂંટણી પ્રચાર ગરમાવો પકડી રહ્યું છે. આ ચૂંટણી પ્રચારમાં નેતાઓ બોલવામાં શાન-ભાન ભૂલી જાય છે. અને એક બીજાના વિધ્ધમાં ન બોલી શકાય તેવા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. જેને લઈને ગઈકાલે રાજ્યના ચૂંટણીપંચ દ્વારા સુરતની સભામાં જીતુ વાઘાણીએ કરેલા અભદ્ર ઉચ્ચારણોને લઈને નોટિસ ફટકારી છે જેના 20 એપ્રિલ સુધીમાં આવવાની તાકિદ કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીમાં જાહેરાત થયા પછી આદેશ આચારસંહિતા અમલી બને છે. આ આચારસંહિતાનું પાલન કરવાની દરેક પાટર્ક્ષના સભ્યો, પાર્ટીના આગેવાનોએ વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. જેમાં વિધ્ધ પાર્ટી કે વિધ્ધના ઉમેદવાર વિશેષ જાહેર મંચ પરથી અભદ્ર શબ્દો, સમાજ જાતિ કે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી શકાતું નથી આવા ઉચારણ બદલ જે તે નેતા સામે ચૂંટણીપંચ નોટિસ આપીને કાર્યવાહી કરી શકે છે.
તાજેતરમાં સુરત ખાતેની જાહેસભામાં કોંગ્રેસ પક્ષ અને નેતાઓ માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરવા બદલ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીપંચમાં લેખિત ફરિયાદ સુરતમાં કરવામાં આવી હતી.

આ ફરિયાદની પ્રાથમિક ચકાસણીના અંતે ચૂંટણીપંચ દ્વારા જીતુ વાઘારીને નોટિસ ફટકારવામાં આવી છે. જેનો જવાબ આગામી તા.20 એપ્રિલ સુધીમાં આપવાની તાકિદ પંચ દ્વારા કરવામાં આવી છે. આ પુર્વે ચૂંટણી પંચના કમિશનરનું માર્ગદર્શન સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા માનવામાં આવતા જેમાં તમામ વીડિયો રેકોર્ડિંગ અને રિપોર્ટ આપ્યા હતા. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વાઘાણીને ટપાયર્િ હતા. તો ચેલ્લા ચાર-પાંચ દિવસથી જાહેરસભામાં હાજર રહેતા વાઘાણી જાહેર સંબોધનથી દૂર રાખવામાં આવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL