જિનિંગ મિલના ધંધાર્થીનો ટેક્સ વસૂલવા આઇટી વિભાગ જમીનની કરશે હરાજી

October 9, 2019 at 3:42 pm


આઈટી વિભાગે જુનો ટેક્સ વસૂલવા માટે ત્રીજું નેત્ર ખોલ્યું છે અને આગામી તારીખ 18 ના રોજ સ્થાવર મિલકતની જાહેર હરાજી કરીને લાખો રુપિયાનો ટેક્સ વસુલશે. આ અંગે ઇન્કમટેકસ વિભાગ દ્વારા જાહેર હરાજી માટે કાર્યવાહી શરુ કરી છે .આવકવેરા વિભાગ ટેક્સ રિકવરી અધિકારી 3 દ્વારા લતાબેન દીપકભાઈ ટેકવાણીએ વર્ષોજૂનો ટેક્સ ચૂકવ્યો ન હોવાથી તેમની સ્થાવર મિલકતનો આૅક્શન કરવાનો નિર્ણય લીધો છે.

વર્ષોથી ટેક્સ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરતા કરદાતાઆે સામે આકરી કાર્યવાહી રાજકોટ આવકવેરા વિભાગ કરી રહ્યું છે .અગાઉ પણ સોનુ,ચાંદી અને શેર્સની હરાજી કરવામાં આવી હતી.આ ઉપરાંત મિલકતની પણ હરાજી કરાઇ હતી ત્યારે ફરી તારીખ 18 આેક્ટોબરના રોજ આવકવેરા વિભાગની કચેરીમાં જીનિંગ મિલના ધંધાર્થીની મિલકત નું આેપ્શન કરવામાં આવશે જે માટે આવકવેરા વિભાગે અપડેટ પ્રાઈઝ રુપિયા 84,44, 620 નક્કી કર્યો છે .આ હરાજીમાં ભાગ લેનાર વ્યિક્ત એ તારીખ 15 આેક્ટોબર પહેલા 8,44,700નો ડી ડી મોકલી આપવાનો રહેશે જે રિફંડેબલ છે.

રાજકોટ આઈ ટી સર્કલ ત્રણ ના ટેક્સ રિકવરી અધિકારી દિનેશ રાજદેવ ના નેતૃત્વ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે .આ વિશે આવકવેરા વિભાગના સુત્રોમાંથી મળતી વિગત મુજબ લતાબેન દીપકભાઈ ટેકવાણી લાખો રુપિયાનો ટેક્સ ભરી શકે તેમ ન હોવાથી તેમનો માણાવદર રોડ પાસે 4452 સ્ક્વેર મીટર જમીન રેવન્યુ સર્વે નંબર 154- 155 મિતાડી રોડ પાસે આવેલ છે.આ સ્કેવર મીટર જમીન પર જીનિંગ મિલ ના જુના શેડ અને હયાત જૂની મશીનરી તેમજ ક્વાટર્સ, આેફિસ સહિત આવેલું છે જુના શેડ અને હયાત જૂની મશીનરી સાથે જેમ છે તેમ ની શરત સાથે આ હરાજી ની કાર્યવાહી હાથ ધરાશે.

તારીખ 18 આેક્ટોબર શુક્રવારે સવારે 11 કલાકે ઇન્કમટેક્સ આેફિસના રુમ નંબર 109 પહેલા માળે આ જાહેર હરાજી હાથ ધરવામાં આવશે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં રાજકોટ અને જામનગર માં ચારથી પાંચ હરાજી કરીને જુનો ટેક્સ ઉઘરાવવાની દિશામાં પ્રયાસ હાથ ધરાયો છે .અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત ચાંદીની હરાજી થઈ હતી અને કરદાતા પાસેથી લાખો રુપિયા નો ટેક્સ વસૂલ કરાવ્યો હતો જેની નાેંધ સીબીડીટી દ્વારા પણ લેવામાં આવી હતી અને આ ટેક્સ વસૂલાત માં આેપ્શનની કાર્યવાહીમાં રાજકોટ આઇટી વિભાગ અને તેની ટીમને આઇડલ તરીકે માનવામાં આવે છે. પ્રથમ વખત હાથ ધરાયેલી હરાજીની પ્રqક્રયા બાદ દેશભરના શહેરોમાં આવકવેરા વિભાગે રાજકોટ આઇટીની ટીમ ને આમંત્રિત કરી આ કામગીરી માટે માર્ગદર્શન માગ્યું હતું.

Comments

comments