જિયોની 4જી સ્પીડ ઘટવા છતાં ચાર્ટમાં હજુયે ટોચે

January 16, 2019 at 11:13 am


રિલાયન્સ જિયોની 4જી ડાઉનલોડ સ્પીડ ડિસેમ્બરમાં 8 ટકા ઘટીને 18.7 એમબીપીએસ થઈ હતી, જોકે આ ઘટાડા છતાં પણ તે સળંગ છેલ્લા 12 મહિનાથી ચાર્ટમાં ટોચે છે, તેમ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ જારી કરેલા આંકડામાં જણાવ્યું હતું. જિયો નેટવર્કની નવેમ્બરમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 20.3 એમબીપીએસ હતી. એરટેલના 4જી નેટવર્કનું પર્ફોર્મન્સ નવેમ્બરમાં 9.7 એમબીપીએસથી સામાન્ય સુધરીને ડિસેમ્બરમાં 9.8 એમબીપીએસ થયું હતું. તેમ ટ્રાઈએ માયસ્પીડ પોર્ટલ પર જણાવ્યું હતું. વોડાફોન અને આઈડિયાએ મર્જર કર્યું હોવાથીહવે તે વોડાફોન આઈડિયા લિ. બની છે. તેના નેટવર્કના પર્ફોર્મન્સના આંકડા અલગથી પ્રકાશિત કરે છે. વોડાફોન નેટવર્કનો નવેમ્બરની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 6.8 એમબીપીએસથી ઘટીને ડિસેમ્બરમાં 6.3 એમબીપીએસ થઈ હતી, જયારે આઈડિયાની સ્પીડ 6.2 એમબીપીએસથી ઘટીને 6 એમબીપીએસ થઈ હતી, જોકે તે 4જી અપલોડ ચાર્ટમાં તેના નેટવર્કના નબળા પર્ફોર્મન્સ છતાં ટોચે છે. આઈડિયાની અપલોડ 4જી સ્પીડ ડિસેમાં 5.6 એમબીપીએસથી ઘટીને 5.3 એમબીપીએસ થઈ હતી.

Comments

comments

VOTING POLL