જિયો ન્યૂઝમાં ૧૫૦ ન્યૂઝ ચેનલ, ૮૦૦ મેગેઝિન, ૨૫૦ ન્યૂઝપેપરનો કન્ટેન્ટ

April 12, 2019 at 10:44 am


મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે ગુરૂવારે મોબાઈલ એપ્લિકેશનના સ્વરૂપમાં ડિજિટલ પ્રોડકટ તેમજ વેબ–આધારિત સર્વિસ લોન્ચ કરી હતી. જિયો હરીફ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા કરતાં આગળ રહેવા માટે તેના વિવિધ કન્ટેન્ટને કોન્સોલિડેટ કરવાની કવાયતના ભાગરૂપે આ હિલચાલ કરી રહી છે.
જિયોન્યૂઝ લોન્ચ કરનારી રિલાયન્સ જિયોએ ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતમાં અત્યારે લોકસભા ચૂંટણી, આઈપીએલ અને ક્રિકેટ વલ્ર્ડ કપ જેવી મોટી ઘટનાઓ બની રહી છે તેમજ વૈશ્ર્વિક સ્તરે પણ મોટી ઘટનાઓ બની રહી છે તેવા સમયે જિયોન્યૂઝ લોન્ચ કરવામાં આવી છે. ગ્રાહકોને જિયોન્યૂઝ દ્રારા તાજા સમાચારો મળતા રહેશે.
જિયોએકસપ્રેસન્યૂઝ, જિયોમેગ્સ અને જિયોન્યૂઝપેપરને ભેળવીને જિયોન્યૂઝ બનાવવામાં આવી છે. આમાં લાઈવ ટીવી અને વિડિયોની વધારાને ઓફરિંગ્સ પણ છે. જિયોન્યૂઝમાં ભારત તથા વિશ્ર્વની ૧૫૦ લાઈવ ન્યૂઝ ચેનલ, ૮૦૦ મેગેઝિન, ૨૫૦ ન્યૂઝપેપર, બ્લોગ અને ન્યૂઝ વેબસાઈટ કન્ટેન્ટ મળશે. આ એપ્લિકેશન્સના વર્તમાન ગ્રાહકોને જિયોન્યૂઝમાં માઈગ્રેટ કરવામાં આવશે અને જિયોના વપરાશકારોને જિયોન્યૂઝ એપના તમામ ફીચરનું પ્રીમિયમ એકસેસ મળશે એમ કંપનીએ જણાવ્યું હતું. જિયો સિવાયના ગ્રાહકો પણ ટ્રાયલ પીરિયડ દરમિયાન લોગ–ઈન કરીને આ એપનાં તમામ ફીચરનો લાભ લઈ

Comments

comments