જિલ્લાકક્ષાના મહિલા સંમેલનમાં મંચ પર રહેશે 30 મહેમાનોનો જમાવડો

August 29, 2018 at 1:06 pm


સ્ટેશન પર 30 ખુરશી રાખવા મિટીગમાં કરાયેલો નિર્ણય ઃ મહેમાનોનું સ્વાગત રૂમાલથી કરાશે

તા. 31 આેગષ્ટે ભાવનગર જિલ્લાના તળાજા ખાતેની પટેલ બોર્ડિંગમાં યોજાનારા જિલ્લા કક્ષાના મહિલા સંમેલનના પૂર્વ આયોજન અથ£ જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભાવનગર ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમ અંગે વિવિધ આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મિટીંગમાં કરાયેલા આયોજન મુજબ વી. આઈ. પી. ના સ્વાગત માટે રૂમાલની વ્યવસ્થા, સ્ટેજ પર 30 ખુરશી રાખવી, એલ.ઈ.ડી. લગાવવા, સ્ક્રીન 2, સાઉન્ડ સીસ્ટમ, બેકડ્રાેપ ડીઝાઈન તૈયાર કરવી, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવો, 10 મીનીટ ની 181 અભયમ હેલ્પ લાઈન સંદર્ભે ફીલ્મ દશાર્વવી, સ્ટોલ લગાવવા, બેનર, પોસ્ટર લગાવવા, કાર્યક્રમમાં તેમજ સ્ટોલ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવી, કાર્યક્રમ દરમ્યાન લાઈટ સતત ચાલુ રહે તેની પી. જી. વી. સી. એલ. ના અધિકારીઆેએ કાળજી રાખવી, 181 અભયમ હેલ્પ લાઈન અંતર્ગત બે બહેનો એ પોતાના પ્રતિભાવો આપવાનું નક્કી કરાયું છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પંડéા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી. સી. પટેલ, તળાજાના પ્રાંત અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ,,જિલ્લાના આઈ. સી. ડી. એસ. ના અધિકારી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, તળાજાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ આેફીસર ડો. નિલેશ પટેલ સહિત સંબંધિત કચેરીઆેના અધિકારીઆે હાજર રહ્યા હતા.

Comments

comments

VOTING POLL