જિલ્લામાં વરસાદના વિરામ વચ્ચે ગરમીનું વધેલું જોર

September 6, 2018 at 2:39 pm


રાજ્ય પર હાલ કોઇ સિસ્ટમ કાર્યરત ન હોય છેલ્લા ચારે’ક દિવસથી ભાવનગર જિલ્લામાં વરસાદના વિરામના પગલે મહત્તમ તાપમાન ઉંચકાઇને 33.5 ડિગ્રીએ પહાેંચતા ગરમીનું જોર વધ્યું હતું.
ભાવનગર જિલ્લામાં સાતમ-આઠમના પર્વ પર ત્રણ દિવસ સુધી શ્રાવણી સરવડા વરસ્યા હતા તો હાલ કોઇ સિસ્ટમ રાજ્ય પર સqક્રય ન હોય છેલ્લા ચારે’ક દિવસથી વરસાદના સંપુર્ણ વિરામના પગલે મહત્તમ તાપમાન ઉંચકાઇને 33.5 ડિગ્રી પર પહાેંચતા જ ગરમીનું જોર વધ્યું હતું. 33.5 ડિગીના તાપમાન સાથે આકરી ગરમી ઉપરાંત 82 ટકાના ભેજ સાથેના બફારાએ લોકોને અકળાવ્યા હતા.
દરમ્યાનમાં આજે સવારે પુરા થતાં 24 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ 33.5 ડિગ્રી, લઘુત્તમ 22.8 ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા જ્યારે પવનની ઝડપ પ્રતિ કલાક 12 કિલોમીટરની રહી હતી.

Comments

comments

VOTING POLL