જિલ્લામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઉમરાળામાં પા ઇંચ વરસાદ

August 29, 2018 at 1:04 pm


ભાવનગર શહેર સહિત અન્ય તમામ તાલુકાઆેમાં મેઘવિરામ ઃ 24 કલાકમાં ભારેથી મધ્éમ વરસાદની આગાહી

ભાવનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એક માત્ર ઉમરાળામાં પા ઇંચ વરસાદ પડયો હતો જયારે ભાવનગર શહેર સહિત અન્ય તાલુકાઆેમાં મેઘવિરામ રહ્યાે હતો.
શ્રાવણ માસના બીજા પખવાડીમાના પ્રારંભ સાથે મધ્યપ્રદેશ પર સqક્રય થયેલી સીસ્ટમમાં થી છુટા પડેલા વાદળોએ ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ ગતિ પકડતા ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઇકાલે એક માત્ર ઉમરાળામાં પા ઇંચ વરસાદ પડયો હતો. જયારે ભાવનગર શહેર સહિત સિહોર, ઘોઘા, વંભીપુર, પાલિતાણા, ગારિયાધાર, તળાજા, મહુવા અને જેસર પંથકમાં સંપૂર્ણ પણે મેઘવિરામ રહ્યાે હતો તો બીજી બાજુ મધ્યપ્રદેશ પર સqક્રય થયેલી સીસ્ટમ વિખેરાઇને દક્ષિણ ગુજરાત તરફ દરિયાબાજુ ગતિ કરતા હવામાન વિભાગ દ્વારા ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં 24 કલાક દરમ્યાન ભારેથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.
દરમ્યાનમાં આજે સવારે પુરા થતાં 24 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ 32 ડિગ્રી, લઘુતમ 24.9 ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા જયારે પવનની ઝડપ પ્રતિ કલાક 10 કિલોમીટરની રહી હતી.

Comments

comments

VOTING POLL