જિલ્લા ખેતીવાડી વિભાગ દ્રારા ગીર સોમનાથમાં એગ્રો વિક્રેતાઓને ત્યાં ચેકિંગ: ૫.૨૫ લાખનો બિયારણનો જથ્થો સીઝ

May 18, 2019 at 12:00 pm


આવનાર ખરીફ ૨૦૧૯ દરમિયાન ખેડૂતોને ગુણવત્તાસભર બિયારણો રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે હેતુથી ખેતીવાડી ગાંધીનગરની સુચના મુજબ ગીર–સોમનાથ જિલ્લામાં વિવિધ ખેતીવાડી બિયારણો, ખાતર જંતુનાશક દવાઓના વિતરકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારની ગેરરીતિ સામે નોટિસ ફટકારવામાં આવેલ છે તથા બિયારણો રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ જેવા વિવિધ વપરાશકો અંદાજિત કુલ કિંમત રૂા.પાચં લાખ પચ્ચીસ હજારનો જથ્થાનું વેચાણ સ્થગિત કરવામાં આવેલ છે.
વધુમાં આ કામગીરી લગભગ ખરીફ ઋતુ ૨૦૧૯ના વાવેતર પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. જો ખેડૂતોને બિયારણો, રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓની ગુણવત્તા બાબતની કોઇ ફરિયાદ હોય તો તાત્કાલીક સંબંધિત તાલુકા ખેતીવાડી અધિકારીઓ, વિસ્તરણ અધિકારી ખેતી કે જિલ્લાના નાયબ ખેતી નિયામક (ગુ.ની.) ખેતીવાડી અધિકારી પરેશ ગૌસ્વામી, ભાવનાબેન બારડ, બી.બી.મોરી દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી ગીર–સોમનાથની યાદીમાં જણાવવામાં આવેલ છે

Comments

comments