જિલ્લા પંચાયતની એક અને તાલુકા પંચાયતની ત્રણ મળી ચારેય બેઠક પર ભાજપનો કબ્જો

February 23, 2018 at 2:38 pm


જિ.પં.ની ઘેટી બેઠક જ્યારે પાલિતાણા, તળાજા અને ઉમરાળા તાલુકા પંચાયની 3 બેઠકોનું જાહેર થયેલું પરિણામ

ભાવનગર જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 3 બેઠક માટેની ગત તા.21મીના રોજ યોજાયેલી પેટા ચુંટણીમાં આજે હાથ ધરાયેલી મત ગણતરીના અંતે જિલ્લા પંચાયતની 11-ઘેટી બેઠક પરથી અને તાલુકા પંાયતની 3 જેમાં પાલિતાણા તાલુકા પંચાયતની આદપુર, તળાજા તાલુકા પંચાયતની પાવઠી તેમજ ઉમરાળા તાલુકા પંચાયતની ધોળા ગામ બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.
જિલ્લા પંચાયતની 11-ઘેટી બેઠકની પેટા ચુંટણીમાં હાથ ધરાયેલી મત ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર શોભનાબેન પોપટભાઇ લાઠીયાનો 5700 મત સાથે વિજયી બન્યા હતા. જ્યારે પાલિતાણા તાલુકા પંચાયતની 1-આદપુર બેઠક પરથી ભાજપન ઉમેદવાર શાંતાબેન મોહનભાઇ મકવાણાનો 1644 મતે જ્યારે તળાજા તાલુકા પંચાયતની 18-પાવઠી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સોમતભાઇ ઉકાભાઇ ભીલનો 1776 મતે તેમજ ઉમરાળા તાલુકા પંચાયતના 7-ધોળા ગામ બેઠક પરથી મમતાબેન શૈલેષભાઇ માંગુકીયાનો 919 મતે વિજય થયો હતો.
આમ, ભાવનગર જિલ્લા પંચાયતની 1 જ્યારે પાલિતાણા, તળાજા તેમજ ઉમરાળા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે યોજાયેલી પેટા ચુંટણીમાં આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. વિજયી બનેલા ઉમેદવારોનું વિજયી સરઘસ પણ નીકળ્યું હતું.

Comments

comments