જિલ્લા પંચાયત ચોકમાં કપિરાજે દેખા દીધી

November 28, 2019 at 5:15 pm


Spread the love

આજકાલ કપિરાજને પણ રાજકારણમાં રસ વધી ગયો હોય એવું લાગે છે. સિંહો જો ગીરનું જંગલ છોડીને ચોટીલા સુધી આવી શકતા હોય તો હંપાહંપ કરતા વાંદરા રાજકોટ સુધી શા માટે ન આવે.. તસ્વીરમાં દેખાય છે એ વાંદરો ગઈ કાલનો રાજકોટમાં ભટકી રહ્યાે છે. કાલે મવડી વિસ્તારમાં અગાસીઆે ઉપર ઠેકાઠેકી કર્યા બાદ આજે તે રેસકોર્સ જિલ્લા પંચાયત ચોકમાં આવી ચડéાે હતો અને સીધો જિલ્લા પંચાયતમાં પહાેંચી ગયો હતો. સરદાર સાહેબ અને બાબા સાહેબની પ્રતિમા પાસે પાળી ઉપર બેઠેલો આ વાંદરો જિલ્લા પંચાયતનું રાજકારણ સમજવા આવ્યો હશે કે પછી અવિશ્વાસની દરખાસ્તનું શું થયું તે જાણવા આવ્યો હશે ં તસ્વીર ઃ રાજુ વાડોલિયા