જિલ્લા પંચાયત પ્રમુખ લાંબી રજા પર ઉતરી ગયાઃ ઉપપ્રમુખને ચાર્જ સાેંપાયો

October 11, 2018 at 3:42 pm


રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પનાબેન ખાટરીયા 20 દિવસની લાંબી રજા પર ઉતરી ગયા છે અને તેનો ચાર્જ ઉપપ્રમુખ સુભાષભાઈ માકડીયાને સાેંપવામાં આવ્યો છે. નવરાત્રીના તહેવારોમાં માતાજીની ઉપાસના સહિતના કારણોસર પ્રમુખ રજા પર ઉતરી ગયા હોવાનું જણાવવામાં આવે છે. પંચાયતના સુત્રોના જણાવ્યા મુજબ જયારે સામાન્ય સભા કે, કોઈ કમીટીની મીટીગ હોય અને તેમાં પ્રમુખ ગેરહાજર રહેવાના હોય તો રજા રીપોર્ટ મોકલવાનું આવશ્યક છે પરંતુ સામાન્ય દિવસોમાં આવા રજા રીપોર્ટની આવશ્યકતા હોતી નથી.

પ્રમુખે રજા રીપોર્ટ આપતા અને ઉપપ્રમુખ સુભાષભાઈ માકડીયાએ ચાર્જ સંભાળતા આજે જિલ્લા પંચાયતમાં કાેંગ્રેસના સભ્યોની ચહલપહલ વધી ગઈ હતી. જો કે, તમામ સભ્યો પ્રમુખના રજા રીપોર્ટની બાબતને રૂટીન ગણાવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL