જિલ્લા પંચાયત હસ્તકની શાળાનાં સાત શિક્ષકોને નોટીસ

August 29, 2018 at 12:47 pm


જાણ વગર ગેરહાજર રહેનાર શિક્ષકાને દિવસ 10માં ખુલાસો કરવા જણાવાયું અન્યથા છુટા કરવાની ચિમકી

ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની શાળાઆેમાં ફરજ બજાવતા સાત શિક્ષકો લાંબા સમયથી કોઇ જ જાણ બહાર સતત ગેરહાજર હોય જેને કારણે વિદ્યાથ}આેના અભ્યાસને અસર થતી હોય આવા શિક્ષકોને શિક્ષણ સમિતિએ દિવસ 10માં ખુલાસો કરવા નોટીસ ફટકારી છે. જો યોગ્ય જવાબ નહી મળે તો આ શિક્ષકોને છુટા કરવા પણ સમિતિએ ચિમકી આપી છે.નોટીસમાં આ શિક્ષકોને શિક્ષણ સમિતીના જણાવ્યા પ્રમાણે તેઆે શાળાના લાંબા સમયથી બીન અધિકૃત રીતે ગેરહાજર છે આચાર્ય, ટીપીઇઆે તેમજ અત્રેની કચેરીએથી વારંવાર મૈાખિક-લેખિત જાણ કરવા છતા આજ દિન સુધી ફરજના સ્થળે હાજર થયેલ નથી અને જેના લીધે બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર પડેલ છે તેથી તમારી બીન અધિકૃત ગેરહાજરી માટે તમો સપુર્ણ રીતે જવાબદાર તમો પોતે ઠરો છો.જેથી તમોને નોકરીમાંથી દુર કરવાનું વિચારેલ હોય આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ 10માં ખુલાસા સાથે હાજર થવા જણાવવામાં આવેલ છે.
સમય મર્યાદામાં અત્રેની કચેરીએ હાજર નહી થાવ તો તમો કઇ કહેવા માંગતા નથી તેમ માની તમારી મનસ્વી ગેરહાજરી સબબ ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ)નિયમો-1971ના નિયમો-14(1)(2)ની જોગવાઇ મુજબ તમારી સામે ખાતાકીય તપાસ કરવાનું વ્યાજબી પણે વ્યવહારૂ ન હોય સદરહું નિયમોના નિયમ-6(8) મુજબ નોકરીમાંથી બરતરફ કરવાની શિક્ષા કરવામાં આવશે.તથા ગુજરાત સરકારશ્રીના નાણા વિભાગના ગેઝેટ(નં.જી.એન-114)આરજેએ-2006-આે-877-પી તા.01/12/2006ના નોટીફીકેશન મુજબ તમારી નોકરી સમાપ્ત કરવામાં આવશે. તેમ પણ જણાવાયું છે.આ સાત શિક્ષકોમાં જનકકુમાર જે.બગથરીયા (મ.શિ., જેસર કન્યા-2 પ્રા.શાળા, તા.જેસર), રમણીકભાઇ એમ.જાની, (મ.શિ., રંડોળા પ્રા.શાળા, તા.પાલીતાણા), પટેલ બાદલભાઇ હર્ષદભાઇ (વિ.સ., ખાખીરયા પ્રા.શાળા, તા.પાલીતાણા), પરેશભાઇ ગોરધનભાઇ હિરાણી (મ.શિ., પરવડી બ્રાન્ચશાળા, તા.ગારીયાધાર), દિપલબેન એ.સરવૈયા (મ.શિ., દેવળીયા, પ્રા.શાળા, તા.તળાજા), ગૌસ્વામી પ્રતિભાબેન બી. (મ.શિ., થાેરાળા, પ્રા.શાળા, તા.મહુવા) તથા રાઠોડ કિનલકુમારી મહેન્દ્રસિંહ (મ.શિ., મોટાખુંટવડા, કે.વ.શાળા, તા.મહુવા)નો સમાવેશ થાય છે.વૈયા (મ.શિ., દેવળીયા, પ્રા.શાળા, તા.તળાજા), ગૌસ્વામી પ્રતિભાબેન બી. (મ.શિ., થાેરાળા, પ્રા.શાળા, તા.મહુવા) તથા રાઠોડ કિનલકુમારી મહેન્દ્રસિંહ (મ.શિ., મોટાખુંટવડા, કે.વ.શાળા, તા.મહુવા)નો સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL