જિ.પં.ના કાેંગ્રેસના બાગી સભ્યોની સાંજે ગાેંડલ નજીકના ફાર્મ હાઉસમાં બેઠકઃ રાજકારણમાં ફરી ગરમાવો

September 11, 2018 at 3:25 pm


રાજકોટ જિલ્લા પંચાયતના કાેંગ્રેસના સભ્યોએ બળવો કર્યા બાદ હાલક-ડોલક જેવી હાલતમાં કાેંગ્રેસનું શાસન મુકાઈ ગયું છે. ગત સામાન્ય સભામાં કાેંગ્રેસે પોતાની બહુમતી પુરવાર કરી કારોબારી અને બાંધકામ સમિતિને અપાયેલા પાવર્સ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યા બાદ હવે વળતો ઘા મારવા માટે કાેંગ્રેસના અસંતુષ્ટાેનું બીજું જૂથ ભાજપના ટેકાથી સક્રિય બન્યું છે.

ગત તા.31ના રોજ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા પંચાયતમાં કાેંગ્રેસના અસંતુષ્ટ જૂથને માર્ગદર્શન આપતાં ડો.ભરતભાઈ બોઘરા વિદેશ પ્રવાસે નીકળી ગયા હતા. તેઆે પરત ફર્યા છે અને આજે સાંજે ગાેંડલ નજીક એક ફાર્મ હાઉસમાં કાેંગ્રેસના અસંતુષ્ટ જૂથના જિલ્લા પંચાયતના સભ્યોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, ચંદુભાઈ શિંગાળા અને કિરણબેન કિશોરભાઈ અંદીપરાને આ મિટિંગ બાબતે કોઈ આમંત્રણ અપાયું નથી.

સૌપ્રથમ વખત કાેંગ્રેસના 19 સભ્યો ભાજપના કેમ્પમાં પહાેંચી ગયા હતા. આ તમામને આજ સાંજની મિટિંગમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. હાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના અનેક મુદ્દાઆે અને કારોબારી સમિતિના મુદ્દાઆે લઈને હાઈકોર્ટમાં દાવા-પ્રતિદાવાઆે ચાલી રહ્યા છે ત્યારે કાનૂની યુધ્ધની સાથોસાથ ‘શિક્ત પ્રદર્શન’ માટેની રણનીતિ આજની બેઠકમાં ગોઠવાય તેમ જાણકાર સૂત્રો કહી રહ્યા છે.

Comments

comments

VOTING POLL