જિ.પં.ના કાેંગ્રેસના સભ્યોની દર પખવાડિયે સંકલન સમિતિની બેઠક યોજવા પ્રદેશનો આદેશ

September 12, 2018 at 3:23 pm


રાજકોટ જિલ્લા પંચાયતમાં કાેંગ્રેસના બે જૂથ વચ્ચેની સખળડખળમાં સંકલન બરાબર જળવાઈ રહે અને અરસપરસના નાના-મોટા મનદુઃખ હોય તો તેનો નિકાલ થઈ શકે તે માટે સંકલન સમિતિની બેઠક દર પખવાડીયે એક વખત બોલાવવાનો આદેશ પ્રદેશ કક્ષાએથી આવતા તેની અમલવારી શરૂ કરવામાં આવશે. મંગળવારે સંકલન સમિતિની બેઠક મળશે અને તેમાં તમામ સભ્યોને ફરજીયાત રીતે ઉપસ્થિત રહેવાનું રહેશે.

સંકલન સમિતિની આ બેઠક જિલ્લા કાેંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરા અને જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરીયાના વડપણ હેઠળ યોજાશે અને તેમાં જરૂર પડયે ધારાસભ્યો અને કાેંગ્રેસના આગેવાનોને હાજર રાખવામાં આવશે.

જિલ્લા પંચાયતમાં કાેંગ્રેસના શાસનની સ્થિતિ હાલક ડોલક છે. તા.27 જુલાઈના રોજ અજુર્નભાઈ ખાટરીયાના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયની અમલવારીને પડકારતો કેસ હાઈકોર્ટની ડબલ બેચમાં છે. આવી જ રીતે ગત તા.31 આેગષ્ટના રોજ મળેલી સામાન્ય સભામાં બાંધકામ અને કારોબારી સમિતિના પાવર્સ પાછા ખેંચવાના થયેલા ઠરાવના મુદ્દે પણ હાઈકોર્ટમાં કેસ ચાલુ છે. આ બન્ને કેસની સુનાવણી આગામી તા.18ના રોજ રાખવામાં આવી છે.

Comments

comments

VOTING POLL