જિ.પં.ની કારોબારી સમિતિની બેઠકના સમય સાથે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા ખાટરિયા જૂથની તૈયારી

August 29, 2018 at 3:41 pm


રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ખાસ બેઠક આગામી તા.31ના સવારે 10 વાગ્યે મળનારી છે. સમયના મુદ્દે ખાટરિયા જૂથે વિરોધનો સૂર ઉઠાવ્યો છે અને આ અંગે હાઈકોર્ટમાં રિટ કરવાની અને કારોબારી સમિતિનો સમય ફેરવવાની માગણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આજે સાંજ સુધીમાં આ અંગે હાઈકોર્ટમાં રિટ થાય તેવી શકયતા છે.

સરકારી આેફિસો સવારે 10-30 વાગ્યાથી ચાલુ શરૂ થતી હોય છે અને જિલ્લા પંચાયતમાં અત્યાર સુધીમાં તમામ મિટિંગો આેફિસના કામકાજના સમયમાં જ મળી છે ત્યારે કારોબારી સમિતિની બેઠક 10 વાગ્યે બોલાવવાનું કારણ શું ં તેવો સવાલ ઉઠાવવાની સાથોસાથ કારોબારી સમિતિની બેઠક અને સામાન્ય સભા વચ્ચે માત્ર 30 મિનિટનો તફાવત છે. કારોબારી સમિતિના સભ્યો સામાન્ય સભામાં ભાગ ન લઈ શકે અથવા તો કારોબારી સમિતિની કાર્યવાહી અધુરી છોડીને જતું રહેવું પડે તેવી સ્થિતિ નિમાર્ણ થવાની શકયતા દશાર્વી કારોબારી સમિતિનો સમય ફેરવવાની માગણી અજુર્ન ખાટરિયા દ્વારા કરવામાં આવશે.

અજુર્ન ખાટરિયાના જણાવ્યા મુજબ અમે કાનૂની નિષ્ણાતોના અભિપ્રાય લીધા છે અને આ સંદર્ભે હાઈકોર્ટનો આશરો લેવાના છીએ.

Comments

comments

VOTING POLL