જિ.પં.માં અસંતુષ્ટાે ટાઢાબોળઃ બજેટ સવાર્નુમત્તે મંજૂર

January 21, 2019 at 3:49 pm


રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરિયાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભાએ આજે સન 2018-19નું પુરાંતલક્ષી રૂા.33.83 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. કાેંગ્રેસનું અસંતુષ્ઠ જૂથ બજેટ નામંજૂર કરાવવા પ્રયાસ કરશે તેવી વાતો હતી પરંતુ આજે અસંતુષ્ઠાે ટાઢાબોળ બની ગયા હતા અને બજેટ સવાર્નુમત્તે મંજૂર કરાયું હતું.

જિલ્લા પંચાયતના આ બજેટમાં સેનેટરી પેડ નેપકિન માટે રૂા.25 લાખની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની જોગવાઈ કરેલ છે, વિકાસના કામો માટે 7 કરોડ 92 લાખની જોગવાઈ કરેલ છે, ઉત્તમ તાલુકા પંચાયત પ્રાેત્સાહન યોજના માટે 5 લાખની જોગવાઈ કરેલ છે, નબળું સ્વભંડોળ ધરાવતી ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં શૌચાલય બનાવવાની સહાય યોજના માટે 25 લાખની જોગવાઈ કરેલ છે, ગ્રામ પંચાયતના પેવરિ»ગ બ્લોકનું કામ માટે 22 લાખની જોગવાઈ, ઘનકચરાના નિકાલના યાંત્રિક સાધનો માટે 25 લાખની જોગવાઈ, તાલુકા-ગ્રામ પંચાયત કચેરીઆેમાં સીસીટીવી માટે 22 લાખની જોગવાઈ, પ્રાથમિક શાળાઆેમાં મરામત તેમજ ફનિર્ચર ખરીદી તથા શૈક્ષણિક સાધનો માટે 100 લાખની જોગવાઈ, પ્રાથમિક શાળામાં

પીવાના પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચ માટે 11 લાખની જોગવાઈ, પ્રાથમિક શાળામાં પુસ્તકાલય તથા આેરડા અને કોમ્પ્યુટર રિપેરિ»ગનો ખર્ચ માટે 30 લાખની જોગવાઈ કરેલ છે, શિક્ષણની પૂરક પ્રવૃિત્તઆે માટે મહિલા સાક્ષરતા આેછી ધરાવતા વિસ્તારમાં મહિલાઆેને શિક્ષિત કરવા સ્થાનિક કક્ષાએ વર્ગો ચાલુ કરવા 30 લાખની જોગવાઈ કરેલ છે, શાળા કમ્પાઉન્ડમાં દરવાજાથી શાળા સુધી સીમેન્ટ રોડ બનાવવા માટે 25 લાખની જોગવાઈ, જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઆેના બાળકોને પ્રવેશોત્સવમાં સ્કૂલ બેગ આપવા માટે 2 કરોડની જોગવાઈ કરેલ છે.

આ ઉપરાંત પ્રા.શાળાઆેમાં બાયોમેટ્રિક એટેડેન્સ માટે ફેસ રિડરની સુવિધા માટે 1 કરોડની જોગવાઈ કરેલ છે, નેત્રયજ્ઞ, સર્જિકલ કેમ્પ, ડાયાબિટીસ, લોહીની તપાસ માટેના જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્યલક્ષી પ્રવૃિત્ત માટે 25 લાખની જોગવાઈ, હૃદયરોગ, કેન્સર, કિડની, થેલેસેમિયા, બ્રેઈન ઈન્જરી, બ્રેઈન ટયુમર અને પેરાલિસીસ માટે સામૂહિક રીતે સહાય માટેની 10 લાખની જોગવાઈ, આંગણવાડીના મકાન તેમજ સ્થાયી પ્રકારના મરામત ખર્ચ માટે (આંગણવાડી કમ્પાઉન્ડમાં પેવરિ»ગ બ્લોક, પાણીના કનેકશન વગેરે કામો) માટે 30 લાખની જોગવાઈ કરેલ છે.

આજની સામાન્ય સભામાં ‘લાઈફ કેર’ હોસ્પિટલનો મુદ્દાે પણ ઉછળ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આ હોસ્પિટલ આવતી હોવા છતાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઆે ત્યાં ચેકિંગ કરવા અને સીલ મારવા શા માટે ગયા હતા ં તેવો સવાલ ઉઠાવાયો હતો જેના જવાબમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડીડીઆેએ સુઆેમોટો વાપરી ચેકિંગ કરાવ્યું હતું. શહેરી વિસ્તારમાં પણ જિલ્લા પંચાયતને આ પ્રકારે ચેકિંગ કરવાની સરકારે સત્તા આપી છે અને તે મુજબ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

અલ્પાબેન ખાટરિયાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં ડેપ્યુટી ડીડીઆે ધર્મેશભાઈ મકવાણા, રેખાબેન પટોળિયા, સુભાષભાઈ મેઘાણી, અજુર્નભાઈ ખાટરિયા, નિલેશભાઈ વોરા સહિતનાઆે ઉપસ્થિત રહ્યા હતા.

ભથ્થા વધારવાની દરખાસ્ત સરકારમાં મોકલાશેઃ ડેપ્યુટી ડીડીઆે મકવાણા

મહાનગરપાલિકાના કોર્પોરેટરોની માફક જિલ્લા પંચાયતના સભ્યોને અને વિવિધ સમિતિઆેના ચેરમેનોને ભથ્થા આપવા જોઈએ તેવી માગણી જિલ્લા પંચાયતના કાેંગ્રેસના સભ્ય ચંદુભાઈ શિંગાળાએ કરી હતી. આ માગણીના જવાબમાં ડેપ્યુટી ડીડીઆે મકવાણાએ આ પ્રકારની દરખાસ્ત સરકારમાં મોકલાશે અને તેનું માર્ગદર્શન મેળવીને આગળની કાર્યવાહી કરાશે તેવો જવાબ આપ્યો હતો.

વિવિધ શાખાઆેને ફાળવેલા રૂા.1862.11 લાખમાંથી માત્ર 600.89 લાખ વપરાયા

રાજકોટ જિલ્લા પંચાયતે સન 2017-18ના બજેટમાં 14 શાખાઆેને કુલ રૂા.1962.11 લાખની રકમ વિવિધ કામગીરી અને પ્રવૃિત્ત માટે ફાળવી હતી. ડિસેમ્બર માસના અંત સુધીમાં આ પૈકી માત્ર 600.89 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે જે ફાળવેલા કુલ બજેટના માત્ર 27 ટકા જેટલો થાય છે.

આેછા ખર્ચ માટે શું કારણભૂત છે ? તેવો સવાલ જિલ્લા પંચાયતના સભ્ય ચંદુભાઈ શિંગાળાએ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, વહીવટી શાખા, આઈસીડીએસ, પશુપાલન, આયુર્વેદ, આરોગ્ય અને પંચાયત શાખાએ તેમને ફાળવેલી રકમમાંથી હજુ સુધી એક પણ પૈસાનો ખર્ચ કરેલ નથી.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણાએ આ સંદર્ભે તમામ શાખાધિકારીઆેને દિવસ પાંચમાં ખુલાસો કરવા તાકિદ કરી છે અને શાખા અધિકારીઆેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. નાણાકીય વર્ષ પુરું થવા આડે હજુ બે મહિના જેટલો સમય બાકી છે ત્યારે બાકીના સમયગાળામાં ફાળવાયેલા નાણામાંથી મહત્તમ રકમનો ઉપયોગ થાય તે દિશામાં કાર્યવાહી થશે.

Comments

comments

VOTING POLL