જીએસટીઃ નાના વેપારીઆે માટે વીમા યોજનાની વિચારણા

January 12, 2019 at 10:43 am


ચૂંટણી પૂર્વે સરકાર જીએસટીમાં વધુ રાહત આપી શકે છે. જીએસટીમાં નાેંધાયેલા લાખો લઘુ અને મધ્યમકક્ષાના વેપારીઆે માટે વીમા યોજના લાવવા સરકાર વિચારી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની જેમ અકસ્માત વીમા યોજના આ સેક્ટરને પૂરી પાડવા વિચારાધીન છે. વેપારીઆેને પરવડી શકે એવા પ્રીમિયમે સ્કીમ આેફર થશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વેપારીઆે માટે કાર્યરત યોજનાના આધારે આ સ્કીમ હશે. નાના વેપારીઆેને ટર્નઆેવરના આધારે રુ. 10 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ મળશે. ઉપરોક્ત સ્કીમ જો સરકાર દ્વારા મંજૂર થશે તો બજેટ સત્ર પહેલા જાન્યુઆરીના અંતમાં જાહેર થઈ શકે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વાર્ષિક રુ. 12ના પ્રીમિયમ સાથે રુ. 2 લાખનો અકસ્માત વીમો મળે છે. જે 18 થી 70 વર્ષના વય જૂથ માટે ઉપલબ્ધ છે જે માટે તેઆેની મંજૂરી જરુરી છે.
જે વેપારીઆે કોમ્પ્યુટરાઈઝેશન અપનાવવા અને બિઝનેશ અપગ્રેડ કરવા ઈચ્છતા હશે. તેમને રાહતના દરે ફાઈનાન્સ પૂરું પાડવા વિશે પણ સરકાર વિચારી રહી છે. મહિલા સાહસિકોને પ્રાેત્સાહન આપવા વિશેષ નીતિ પણ વિચારાધીન છે.

Comments

comments

VOTING POLL