જીએસટીથી સરકારની ટેકસની આવકમાં પિયા 2282 કરોડનું ગાબડું: કેન્દ્ર સરકારે નાણાં ચૂકવ્યા

February 5, 2018 at 11:45 am


જુલાઈ-2017થી દેશના તમામ રાજ્યોમાં વનનેશન વન ટેકસની ફોમ્ર્યુલા અન્વયે ગુડઝ એન્ડ સવિર્સ ટેકસ અમલી બન્યાે છે. આ ટેકસની અમલવારી બદલ રાજ્યોને વિવિધ વેરાની આવકની નુકશાની વેઠવી પડી રહી છે. તેવા સંજોગોમાં ગુજરાતે જુલાઈ-આેગસ્ટમાં 1402 અને સપ્ટેમ્બર-આેકટોબરમાં 880 કરોડની આવક મળીને 2282 કરોડ ગુમાવ્યા છે આ નુકસાનીના આંકડાના આધારે ભારત સરકાર દ્વારા 2282 કરોડની રકમ ગુજરાત સરકારને ચૂકવી દીધી છે અને નવેમ્બર-ડિસેમ્બરની આ રકમ હજુ ચૂકવવાની બાકી છે.

ભારત સરકાર દ્વારા જીએસટીની અમલવારી પૂર્વે વિવિધ રાજ્યોના નાણાં મંત્રીની બેઠક બોલાવી હતી જેમણે જીએસટી કાઉન્સીલ સમક્ષ નાણાંકીય નુકસાનનો મુદો ઉઠાવ્યો હતો. જેમાં 2015ના વર્ષને પાયાના વર્ષ તરીકે ગણીને આ નુકસાનીની રકમ ચૂકવવામાં આવશે તો દર વર્ષ દરેક રાજ્યોને 14 ટકાનો સરેરાસ વધારો આપવાની ખાતરી આપી હતી. જેને લઈને ભારત સરકારના જુલાઈથી આેકટોબર મહિના સુધીના 2282 કરોડની રકમનો ઘટાડો થયો છે. આ રકમ દ્વિમાસિક પધ્ધતિ પ્રમાણે ગુજરાત સરકારને ચૂકવી આપવામાં આવી છે.

Comments

comments

VOTING POLL