જીએસટીમાં પાંચની જગ્યાએ ત્રણ ટેક્સ સ્લેબ જ રહેશે: સુશીલ મોદી

July 23, 2018 at 11:16 am


જીએસટી પર રચાયેલી ઉચ્ચ સ્તરીય મંત્રીમંડળના સંયોજક અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું કે આવનારા સમયમાં જીએસટીની માત્ર ત્રણ જ શ્રેણીઓ હશે. તેનાથી ગ્રાહક અને કારોબારીઓ બન્નેને સગવડ રહેશે પરંતુ તેનો અમલ થતાં થોડો સમય લાગશે.
સુશીલ મોદીએ કહ્યું કે આ વિષય રાજ્યોના મહેસૂલ સાથે જોડાયેલો છે એટલા માટે નિર્ણય લેવામાં સમય લાગી શકે છે પરંતુ જીએસટી પરિષદ દરને તર્કસંગત બનાવવાની સાથે જ તેના ટેક્સ સ્લેબને ઓછો કરવા ઉપર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે જીએસટી લાગુ થયા બાદ શઆતમાં એવું જોવાયું હતું કે મહેસૂલનું નુકસાન ન થાય અને જેમ જેમ મહેસૂલમાં સ્થિરતા આવી છે તેમ તેમ વસ્તુઓ પરનો દર ઓછો કરવામાં આવ્યો છે. અત્યારે જીએસટીથી મહેસૂલ આવક સરેરાશ 95 હજાર કરોડ પિયા મહિનાની આસપાસ છે. આવામાં અમે દરોમાં કાપ મુકી રહ્યા છે જેનાથી અનેક વસ્તુઓની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેનાથી મધ્યમ વર્ગના લોકોને લાભ મળી રહ્યો છે.
તેમણે કહ્યું કે અત્યારે જીએસટી દરની પાંચ શ્રેણીઓ છે જેમાં 28, 18, 12, 5 અને 0નો સ્લેબ છે. રાજ્યોએ પોતાના મહેસૂલને લઈને ગંભીરતા દેખાડી તો આવનારા સમયમાં તેને ઘટાડીને ત્રણ કરી નાખવાનો ઈરાદો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જીએસટી પરિષદની બેઠકમાં શનિવારે 88 વસ્તુઓ પર દર ઘટાડવા પર પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કહ્યું છે કે આ 2017માં શા માટે નહોતું કરવામાં આવ્યું ? આ સવાલનો જવાબ આપતાં મોદીએ કહ્યું કે આ કોઈ એવો નિર્ણય નથી જેમાં માત્ર ભાજપ સરકારો જ સામેલ છે. આ નિર્ણય જીએસટી પરિષદે લીધો છે જેમાં કોંગ્રેસની સરકારો પણ સામેલ છે.
સુશીલ મોદીએ કહ્યું કે એનડીએ સરકારે જીએસટીને લઈને જે બંધારણીય સંશોધન રજૂ કયર્િ છે તેમાં પેટ્રોલિયમ પદાર્થોને પણ રાખવામાં આવ્યા છે. જો કે તેને લાગુ ક્યારે કરવા તે અંગે જીએસટી પરિષદે નિર્ણય લેવાનો બાકી છે.

Comments

comments

VOTING POLL