જીએસટી અમલ બાદ રાજ્યની આવકમાં રૂા.633 કરોડનો ઘટાડો

July 25, 2018 at 11:26 am


જીએસટીના અમલ બાદ રાજ્યની આવકમાં રૂા.633 કરોડનો ઘટાડો નાેંધાયો છે. જીએસટીના અમલ બાદ ગુજરાતમાં જીએસટી હેઠળ આવરી લેવામાં આવતી આવકમાં સતત ઘટાડો નાેંધાયો છે.

રાજ્ય સરકાર, પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જે ચીજવસ્તુઆેને જીએસટી હેઠળ આવરી લેવામાં આવે છે તેવી વસ્તુઆેમાંથી આવતી જીએસટીની રકમ 13.8 ટકાનો ઘટાડો થયો છે. જયારે જીએસટી હેઠળ આવરી ન લેવાતી હોય તેવી એટલે કે પેટ્રાેલ-ડીઝલમાંથી આવકમાં વધારો થયો છે. તેથી બન્નેને ભેગો કરીને ગણીએ તો રાજ્યની આવકમાં 4.5 ટકાનો ઘટાડો નાેંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે સોમવારે 15માં નાણાપંચ સમક્ષ જીએસટીના અમલને કારણે આવક ઘટી રહી હોવાની ચિંતા વ્યકત કરી હતી. આ સંદર્ભે રાજ્ય સરકારના કોમશિર્યલ ટેકસ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગયા વર્ષે એપ્રિલથી જૂન 2017ના સમયગાળામાં તે વખતે લાગુ વેટની આવકને ગણતરીમાં લઈએ તો રૂા.8,958 કરોડ થઈ હતી. આની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જૂનમાં જીએસટી આવક રૂા.7,720 કરોડ થઈ છે, જે 13.8 ટકાનો ઘટાડો દશાર્વે છે.

ગુજરાત સરકારને જીએસટીના અમલ બાદ થતી આવક એસજીએસટી, આઈજીએસટી સેટલમેન્ટ અને પેટ્રાેલ ડીઝલ પરના વેટના સ્વરૂપમાં થાય છે. જૂનથી એપ્રિલ 2017ના સમયગાળામાં પેટ્રાેલ ડીઝલમાંથી રૂા.4,943 કરોડની આવક થઈ હતી, જે 2018માં સમાન કવાર્ટરમાં રૂા.5,549 કરોડ થઈ છે.

રાજ્યની કુલ કરની આવકની વાત કરીએ તો એપ્રિલથી જૂન 2017ના સમયગાળામાં કુલ રૂા.13,902 કરોડ આવક મેળવી હતી. જયારે 2018ના સમાન કવાર્ટરમાં જીએસટીના અમલ બાદ કુલ આવક રૂા.13,269 કરોડ થઈ છે, જે કુલ સાડા ચાર ટકાનો ઘટાડો બતાવે છે.

Comments

comments

VOTING POLL