જીએસટી એપેલટ ટ્રિબ્યુનલની સ્થાપના થશે

July 27, 2018 at 10:49 am


ગૂડઝ એન્ડ સવિર્સિસ ટેકસ (જીએસટી) માટે ટૂંક સમયમાં નવી ગૂડઝ એન્ડ સવિર્સિસ ટેકસ એપેલટ ટ્રિબ્યુનલ (જીએસટીએટી)ની સ્થાપના કરવામાં આવશે. જીએસટી કાઉિન્સલે નેશનલ બેન્ચ અને ત્રણ રિજનલ બેન્ચ સાથે જીએસટી એપેલટ ટ્રિબ્યુનલની રચના કરવાની મંજૂરી આપી દીધી છે. આ ટ્રિબ્યુનલથી વિવિધ બિઝનેસોને તેમના વિવાદોનું નિવારણ લાવવા માટે ઉચ્ચ ન્યાયિક ફોરમ મળશે.
જીએસટી કાઉિન્સલે એપેલટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. એમ કાઉિન્સલની ગતિવિધિથી પરિચિત એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ત્રણ રિજનલ બેન્ચ ચેન્નાઈ, કોલકાતા અને મુંબઈમાં બનશે. ગયા વર્ષના જુલાઈથી અમલી બનેલા જીએસટી કાયદા હેઠળ, વિવાદના નિવારણ માટે અપીલ અને રિવ્યૂની જોગવાઈ છે. આ ટ્રિબ્યુનલમાં એપેલટ આેથોરિટીઆેની સામે અથવા રિવિઝનલ આેથોરિટીએ આપેલા આદેશોની સામે અપીલ ફાઈલ થઈ શકશે. કાઉિન્સલે પ્રેસિડન્ટ અને મેમ્બર્સની નિમણૂક અને સવિર્સના નિયમો અંગેના ડ્રાઈટને પણ મંજૂરી આપી છે. ટ્રિબ્યુનલના પ્રેસિડેનટ તરીકે સુપ્રીમ કોર્ટના જજ અથવા પાંચ વર્ષ સુધી હાઈ કોર્ટના જજ રહેલી વ્યિક્તની નિમણૂક થશે.
ઉદ્યાેગો ઘણા સમયથી એપેલટ ફોરમની રચના કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા હતા કારણ કે, જીએસટી લાગુ થયો તેને જુલાઈમાં એક વર્ષ પુરંુ થઈ ગયું છે. બીપીન સપ્રાએ કહ્યું હતું કે, સેકન્ડ લેવલની અપીલ માટેનું બંધારણ રચવામાં આવ્યું હોવાથી ફસ્ર્ટ લેવલના એપેલટ આદેશોથી જે અપીલ ઉભી થશે તેનું નિવારણ લાવવાનું મિકેનિઝમ અસ્તિત્વમાં આવશે. જીએસટીએટી હવે સેન્ટ્રલ એકસાઈઝ એન્ડ સવિર્સિસ ટેકસ એપેલટ ટ્રિબ્યુનલનું સ્થાન લેશે.

Comments

comments

VOTING POLL