જીએસટી નંબર માટે ટર્ન આેવરની મર્યાદા 40 લાખઃ નોટિફિકેશન નહી મળતા રાજકોટના વેપારીઆે અવઢવમાં

February 11, 2019 at 3:27 pm


જીએસટી કાઉન્સીલની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ અગાઉ રૂા.20 લાખ સુધીના વાર્ષિક ટર્ન આેવરની લીમીટ વધારીને રૂા.40 લાખ સુધી વધારવામાં આવી છે. પરંતુ ફેબ્રુઆરી માસ થવા છતાં પણ નોટીફીકેશન જાહેર કરવામાં ન આવતા જિલ્લાના હજારો વેપારીઆે જીએસટીએન નંબર લેવા મુદ્દે અવઢવ અનુભવી રહ્યા છે.

દેશભરમાં જીએસટી અમલી બન્યાને દોઢ-બે વર્ષનો સમયગાળો વિત્યા બાદ પણ હજુ તેની વિસંગતતાના મામલે વેપારી વ્યવસાયી વર્ગ મુંઝવણમાં મુકાઈ રહ્યાે છે. અગાઉ જે વેપારી વ્યવસાયીકોની વાર્ષિક ટર્ન આેવર 20 લાખ કે તેથી વધુ હોય તેમને જીએસટી નંબર લઈને રીટર્ન ભરવાનો રહેતો હતો પરંતુ તાજેતરમાં જીએસટી કાઉન્સીલની બેઠકમાં થયેલા વિચાર વિમર્શ બાદ વાર્ષિક ટર્ન આેવરની મર્યાદા રૂા.20 લાખથી વધારીને રૂા.40 લાખ સુધીની કરવામાં આવી છે.

પરંતુ જીએસટી કાઉન્સીલની બેઠકમાં કરવામાં આવેલા સુધારા અંગેના અન્ય નિર્ણયો સંદર્ભે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ વાર્ષિક ટર્ન આેવરની લીમીટ વધારવા સંબંધે નોટીફીકેશન જાહેર થવામાં વિલંબ થવા પામ્યો છે. જેના પગલે 20 થી 40 લાખનું વાર્ષિક ટર્ન આેવર ધરાવતો વેપારી વર્ગ જીએસટી કાઉન્સીલના લીમીટ વધારવા અંગેના નોટીફીકેશનની રાહમાં અવઢવની પરિિસ્થતિમાં મુકાયા છે. વાર્ષિક 20 થી 40 લાખના ટર્ન આેવરની લીમીટમાં આવતા રાજકોટ જિલ્લાના અંદાજે 5000થી પણ વધુ નાના વેપારીઆે નોટીફીકેશનના વિલંબના કારણે જીએસટીએન રીટર્ન ભરવાના મામલે મુંઝવતા અનુભવી રહ્યા છે. જીએસટી કાઉન્સીલના સતાધીશો દ્વારા પણ આ પરિપત્રના વિલંબ અંગે કોઈ ઠોસ કારણ જાણવા મળી રહ્યુંં નથી એવું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL