જીએસટી રિટર્ન જીએસટીઆર-9 ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર

November 28, 2018 at 4:21 pm


વેપારીઆે અને ધંધાર્થીઆેને ચાલુ વર્ષના જીએસટી રીટર્ન જીએસટીઆર-9 ફાઈલ કરવાની આખરી તારીખ 31 ડિસેમ્બર છે. ધંધાર્થીઆેએ જીએસટીઆર-9 માટે પહેલેથી રેકોર્ડ તૈયાર કરવા પડશે કારણ કે, તેમાં આખા વર્ષની ખરીદીની માહિતી આપવી પડે છે.
જીએસટીઆર-9માં હજુ 12 મહિનાઆેના જીએસટીઆર-1 જીએસટીઆર-2એ, જીએસટીઆર-3બી વગેરેની જાણકારી પણ જીએસટીઆર-9 આપવી પડશે. જો કે, ધંધાર્થીઆેએ આ માટે પહેલા કરતા પણ વધારે પેપર વર્ક કરવું પડશે. આ માટે ધંધાર્થીઆેએ અત્યારથી જ કામે લાગી જવું પડશે. તેમજ આ માટે ધંધાર્થીઆે માટે જીએસટીની વેબસાઈટ પરથી પોતાના પાછલા ડેટા પહેલેથી જ એકત્રીત કરવા બહેતર રહેશે. આ માટે ધંધાર્થીઆે કે વેપારીઆે જીએસટીઆર રીટર્નના ફોર્મ આેફલાઈન પણ ડાઉનલોડ કરી શકે છે જેમાં રીટર્ન ફોર્મથી લઈને ઈનવોઈસની એકસેલ શીટ પણ છે. તેમજ કરદાતાઆેએ વેબસાઈટ પર સવિર્સના આેપ્શન પર જઈ રીટર્ન આેપ્શન અપલોડ કરી જરૂરી માહિતીઆે ભરી દેવાની રહેશે.

Comments

comments

VOTING POLL