જીએસટી રિફંડની ૧પ,૦૦૦ અરજી કિલયર થવાની સંભાવના

February 21, 2018 at 12:15 pm


દેશમાં જીએસટીના અમલ બાદ નિકાસકારોના આઇજીએસટી રિફંડની સમસ્યા બહુ વિકટ બને છે અને તેના કારણે નિકાસ બજારમાં સ્પર્ધાત્મકતા ઘટી રહી છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની મધ્યસ્થીથી કસ્ટમ્સ વિભાગે મેન્યુઅલ ઇનવોઇસના આધારે રિફડં અરજી કિલયર કરવાનો નિર્ણય કર્યેા છે.

સોમવારે રાયમાં કસ્ટમ્સ દ્રારા આઇજીએસટી રિફંડની ર૦૬૦ જેટલી પેન્ડિંગ અરજી કિલયર કરવામાં આવી હતી અને લગભગ ૧પ,૦૦૦ જેટલી કુલ અરજી પેન્ડિંગ છે. જીસીસીઆઇના પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, ચેમ્બરની વિનંતી બાદ કસ્ટમ્સ વિભાગે રિફડં અરજીના ફાઇલિંગમાં થયેલી ભૂલોના નિવારણ માટે ઇનવોઇસની હાર્ડ કોપી સ્વીકારવાનો નિર્ણય કર્યેા છે તેના કારણે ૧પ,૦૦૦ રિફડં કેસોના લગભગ રૂા.૧૦,૦૦૦ કરોડના રિફડં કિલયર થશે. નિકાસકારોએ તેમના આઇજીએસટી રિફડં કેમ કિલયર થયા નથી તેનાં કારણો ઓનલાઇન જોવાનાં રહેશે. નિકાસકારોએ તેમની ઇનવોઇસ કોહપી જે પોર્ટ પરથી માલ મોકલ્યો હોય તે પોર્ટ પર અથવા તો આઇસીડી (ઇનલેન્ડ કન્ટેનર ડેપો)માંથી માલ મોકલ્યો હોય તો ત્યાં સબમિટ કરવાની રહેશે.

જીએસટીમાં નિકાસકારોના રિફડં અટવાઇ જવાના કારણે વકિગ કેપિટલની સમસ્યા ઉદભવી હતી. અનેક નિકાસકારોએ ફરિયાદ કરી હતી કે વકિગ કેપિટલના અભાવે તેઓ નવા નિકાસ ઓર્ડરો લઇ શકતા નથી તથા આંતરરાષ્ટ્ર્રીય બજારમાં સ્પર્ધાત્મકતા પર પણ નકારાત્મક અસર થઇ હતી.

ઉલ્લેખનીય છે કે રાજય સરકારમાં જીએસટી રિફંડની અરજીઓના નિકાલ માટે અગાઉથી જ મેન્યુઅલ રિફડં ઓર્ડર બનાવવામાં આવ્યા છે તથા તેની દૈનિક સમીક્ષા કરવામાં આવે છે

Comments

comments

VOTING POLL