‘જીનિયસ અને દુનિયાનો બેસ્ટ બેટ્સમેન છે કોહલી’

February 9, 2018 at 12:50 pm


ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની બેટિંગથી ન માત્ર મહાન ખેલાડીઓ અને સમીક્ષકોને પોતાના ફેન બનાવી રહ્યો છે પણ એવા ક્રિકેટર્સનું અટેન્શન પણ મેળવી રહ્યો છે જેમણે આખી જીંદગી ભારતને કોસવામાં કાઢી નાંખી છે. તેઓ જ્યારે પણ વાત કરે છે ત્યારે તે ભારત વિરોધી જ હોય છે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન જાવેદ મિયાંદાદ આ લિસ્ટમાં કદાચ પ્રથમ નંબરે આવતો હશે. જોકે. કોહલીની લાજવાબ બેટિંગે મિયાંદાદને પ્રભાવિત કરી દીધો છે.

સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલી અણનમ 160 રનની શાનદાર ઈનિંગ રમી ભારતને સીરીઝમાં અજય સરસાઈ અપાવી દીધી છે. કોહલીની આ ઈનિંગ બાદ મિયાંદાદે તેના પેટ ભરીને વખાણ કર્યા. તેણે કહ્યું કે, ‘કોહલી ટેકનિકલી એટલો મજબૂત ખેલાડી છે કે, પોતાની ટીમને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને મેચ જીતાડે છે. તેની આ જ ખાસિયત તેને મહાન બનાવે છે.’

મિયાંદાદે વધુમાં કહ્યું કે, ‘કોહલી વર્લ્ડ ક્રિકેટનો સૌથી જીનિયસ અને બેસ્ટ બેટ્સમેન છે. તે બોલર્સની નબળાઈ અને તાકાતને પરખી લે છે અને તે પ્રમાણે પોતાની ટેકનિકમાં ફેરફાર કરે છે.’

ઉલ્લેખનીય છે કે, જાવેદ મિયાંદાદ પોતાના કરિયરમાં ખૂબ જ વિવાદાસ્પદ ખેલાડી માનવામાં આવતો હતો. ખાસ કરીને ભારત સાથે તેની ‘દુશ્મની’ જગજાહેર છે. 1992ના વર્લ્ડકપમાં મિયાંદાદે ‘મંકી જમ્પ’ની હરકત કરી હતી. આના માટે તેની ખૂબ ટિકા પણ પણ થઈ હતી. ત્યારબાદ તેણે વધુ એકવાર વિવાદ સર્જતા કહ્યું હતું કે, ‘ઈરફાન પઠાણ જેવા બોલર પાકિસ્તાનમાં ગલીએ-ગલીએ મળે છે.

Comments

comments

VOTING POLL