જીવનમાં જરૂરી છે તેવું શિક્ષણ આપવામાં આવતું જ નથી! સંજય રાવલ

April 16, 2018 at 1:33 pm


રાજ્યના મંત્રીઆે કેવા હોવા જોઇએ અને પોતે મુખ્યમંત્રી બને ત્યારે શું કરશે તેવી હળવી શૈલીમાં માર્મીક ટકોર કરી ઃ લોકડાયરામાં આવેલ રૂપિયાને ‘મેથળા બંધારા’ને ફંડ રૂપે જાહેર કરતી નિલકંઠ વિદ્યાપીઠ

પોતાની વાણી વડે રાજ્ય અને દેશમાં જાણીતા બનેલા મોટીવેશન ગુરૂ સંજય રાવલએ તળાજામાં હજારોની જનમેદની નિલકંઠ સ્કુલના મહેમાન બનીને સંબોધી હતી. લગભગ બે કલાકના વકતવ્યમાં ખાસ કરીને અભ્યાસક્રમને લઇ શિક્ષણ વિભાગને આડે હાથે લેવામાં આવેલ રાજ્યના વિવિધ વિભાગના મંત્રીઆે કેવા હોવા જોઇએ તે વિચારો અને પોતે મુખ્યમંત્રી હોય તો શું કરવા માંગે છે તેવી રમુ જ શૈલી સાથે ચુંટકીઆે લઇ સિસ્ટમને પોતાના વિચારો પ્રમાણે રજુ કરેલ અહી લોકડાયરામાં કલાકાર ઉપર આવેલ રૂપિયાને મેથળા બંધારાના ફંડમાં આપવાની જાહેરાત સ્કુલના સંચાલકો દ્વારા કરવામાં આવેલ છે.
તળાજા િસ્થત નિલકંઠ વિદ્યાપીઠ ખાતે પેરેન્ટિંગ સેમિનાર યોજવામાં આવેલ. શિક્ષણ, ધર્મ, માત-પિતા, સેકસ, રાજકારણ અને બાળપણથી લઇ વૃધ્ધાવસ્થા વિશે સમજણ આપવા માટે એકમાત્ર વકતા તરીકે સંજય રાવલ રહ્યા હતા. સંજય રાવલએ શિક્ષણ વિભાગ ઉપર સૌથી વધુ ભાર મુકયો હતો તેમણે જણાવ્યું હતું કે જીવનમાં જે વસ્તુની જરૂરિયાત છે તેવું શિક્ષણ આપવામાં આવતું જ નથી. પ્રાથમિક શાળાથી કોલેજ સુધીના અભ્યાસક્રમમાં આમુલ ફેરફાર લાવવાની હીમાયત કરી હતી.
રાજ્યા શિક્ષણ મંત્રી રાજ્યના સર્વોચ્ચ શિક્ષક, રાજ્યના ગૃહમંત્રી સેનાના નિવૃત્ત અધિકારી, આરોગ્યમંત્રી શ્રેષ્ઠ ડોકટર હોવા જોઇએ. એલીફન્ટનો સ્પેલીગ ન આવડે તેવા મંત્રીઆે ન હોવા જોઇએ તેવી તિખી પ્રqક્રયા આપી હતી. સરદાર પટેલની કરોડો રૂપિયાના ખર્ચે પ્રતિમાં ભલે બને પરંતુ રાજ્યની સ્કુલોમાં લોખંડી પુરૂષો બને તે માટે જીમ હોવા જોઇએ અને સરકારે તે કરવાની જરૂર હોવાનું કહ્યું હતું.
રમુજ શૈલીમાં પોતે મુખ્યમંત્રી હોય અને બનવાનો જ છું તેવા વકતવ્ય સાથે શું-શું કરવાની જરૂર છે શું ઘટે છે તેમ જણાવ્યું હતું માતા-પિતાને દરરોજ વંદન કરવાથી દુનિયાની કોઇ શિક્ત તમને જુકાવી શકશે નહી. અથાક પરિશ્રમ, પ્રયત્નો અને જે કરો તે બેસ્ટ કરો તે વિચારો રજુ કરી કુદરત ઉપર ભરોસો રાખવા પણ વજન આપ્યું હતું. અહી કલાકાર પોપટભાઇ માલધારી દ્વારા રજુ કરવામાં આવેલ લોક ડાયરામાં જે રકમ કલાકાર પર આવી હતી તે રકમ મેથળા બંધારા ખાતે સ્વયંભુ ચલાવાતા બંધારાના કામમાં ફંડ રૂપે આપવાની જાહેરાત સ્કુલના સંચાલકો ડો.દલપત કાતરીયા, રૈવતસિંહ સરવૈયાએ કરી હતી.
સંજય રાવલના વિચારોને જાણવા-સાંભળવા હજારોની સંખ્યામાં ભાઇઆે-બહેનો, વિદ્યાથ}આે, ડોકટરો, વકીલો, વિવિધ સંસ્થાના આગેવાનો, શિક્ષકો, વકીલો સહિતના ઉપિસ્થત રહ્યા હતા. આવનારા દિવસોમાં ફરી નવા વિષયો સાથે વધુ એક વખત વકતવ્ય પિરસવાનો કોલ સંજય રાવલએ આપ્યો હતો.

Comments

comments

VOTING POLL